શોધખોળ કરો
સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં કરાયો વધારો, જાણો કયા વિસ્તારનો કરાયો સમાવેશ
અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.

સુરત: રાજ્યના ચાર મહાનગરોના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં બે નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિન અને કાંસડ નગરપાલિકાનો સુરત મહાનગરપાલિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સેલગાસડ્યાલા, વસવારી, ગોઠણ, ઉમરા, ભરથાણા કોસડ, પારડી કાંડે, તાલંગપોર, પાલી, ઉંબેર, કાંડી ફળીયા, ભાટપોર, ભાઠા, ઇચ્છાપોર, ભેંસાણ, ઓખા, વાંકલા, વિહેલ, ચીંચી, અસારમા, કાઠોદરા, વાલક, વેલાંજા, અંબરામા, ભાડા, કઠોર, કાંસડ, લસકાણા, કાનીયા હેમડ, પાસોડરા, કુંભારિયા, સારોલી ગામનો સમાવેશ સુરત મનપામાં કરવામાં આવ્યો છે.
વધુ વાંચો





















