સુરત: દુષ્કર્મના કેસમાં દોષિત જૈન મુનિની સજાનું આજે એલાન, યુવતીના આ બહાને બોલાવી હતી
સુરતની 2017માં બનેલી ઘટનામાં આજે પાંચ વાગ્યે કોર્ટ દુષ્કર્મના દોષિત જૈન મુનિને સજા સંભળાવશે.

સુરત: 2017માં સુરતમાં જૈન મુનિ દ્વારા બનેલી દુષ્કર્મની ધટનામાં દોષિત સાબિત થયેલા જૈન મુનિને આજે કોર્ટ સજા સંભળાવશે. સરકારી વકીલ અને બચાવ પક્ષની આખરી દલીલો પૂર્ણ થઇ છે. સરકારી વકીલે ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુના શ્લોક સાથે કોર્ટમાં દલીલ શરૂ કરી હતી. શુક્રવારના રોજ આ કેસની સુનાવણી હતી, શુક્રવારે બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ તે દોષિત સાબિત થતાં આજે ફરી આ કેસની સુનાવણી સાંજે પાંચ વાગ્યે થશે. જેમાં દોષિત જૈનમુનિને કોર્ટ સજા સંભળાવશે. કોર્ટમાં જૈન મુનિએ વડોદરાની યુવતી સાથે દુષ્કર્મ કર્યાના આરોપો સાચા સાબિત થયા હતા. આ ઘટના 2017માં બની હતી. 2017માં તાત્રિક વિધિના બહાને હેઠળ યુવતીને સુરત બોલાવાઇ હતી અને જૈન મુનિએ તેમના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આજે જૈન મુનિ શાંતિ સાગરજી ઉર્ફે સજ્જનલ શર્માને કોર્ટ સજા સંભળાવશે.
શું છે સમગ્ર મામલો?
નાનપુરાના જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગરજી ઉર્ફે સજ્જનલ શર્માએ વડોદરાની યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી હતી અને એકાંતમાં રૂમમાં લઈ ગયા પછી યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું. સુરતની અઠવા પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો. બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કેસ ચાલતો હતો આજે દોષિત જાહેર થતાં તેમને સજાનું એલાન થશે, પીડિતાના કહેવા મુજબ પીડિતા જૈન મુનિના પ્રવચનની મંત્રમુગ્ધ થતાં તેમને પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, પીડિતાને વિધિના નામે રૂમમાં લઇ જઇને મોરપિચ્છથી આખા શરીરે સ્પર્શ કરીને બાદ લાઇટો બંધ કરીને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યાં અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોમ્બર 2017માં કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

