શોધખોળ કરો

સોમનાથમાં દબાણ હટાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 વિરૂદ્ધ ફરિયાદ, 15ની અટકાયત

રેલવે સ્ટેશન સામે દબાણ દૂર કરવાની કાર્યવાહીનો વિરોધ થતાં પોલીસની કાર્યવાહી, રસ્તા રોકી ચક્કાજામ કરાયો.

Vimal Chudasama FIR: સોમનાથમાં રેલવે સ્ટેશન સામે આવેલી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન વિરોધ પ્રદર્શન થતાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 14 લોકોની અટકાયત કરી છે. દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકો સોમનાથ-વેરાવળ હાઈવે પર બેસી ગયા હતા, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રશાસન દ્વારા આજે દબાણ હટાવવાની તૈયારી કરવામાં આવતા અનેક ઝૂંપડા અને અન્ય ગેરકાયદેસર બાંધકામો દૂર થવાની ભીતિથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આકરો વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેરાવળના મામલતદારે આ ફરિયાદ નોંધાવી છે, જેમાં રાયોટિંગ (હુલ્લડ), ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન એક પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિરેન ઝાલાને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીને પણ મૂંઢ માર વાગ્યો હતો. બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓએ સારવાર લીધી હતી.

પોલીસે આ મામલે વિમલ ચુડાસમા સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી છે, જ્યારે 30થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 15 વ્યક્તિઓ પર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે 40થી વધુના ટોળા પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નામજોગ ફરિયાદમાં સામેલ વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે:

અટકાયત કરાયેલા લોકોના નામ:

  1. વિમલભાઈ કાનાભાઈ ચુડાસમા (ધારાસભ્ય)
  2. અજય વિનેશભાઈ મારડિયા
  3. મુકેશ રવજીભાઈ પરમાર
  4. અશરફ ઉમરભાઈ ભાદરકા-ઘાંચી
  5. હસમુખ ઉર્ફે દુલ્લભ બાબુભાઈ મકવાણા-દે.પુ.
  6. મનોજ ઉર્ફે ભાવેશ નથુભાઈ મકવાણા-દે.પુ.
  7. વલ્લભ ઉર્ફે ભરત ધીરુભાઈ મકવાણા-દે.પુ.
  8. સંજયભાઈ મનસુખભાઈ સોલંકી
  9. મહેશભાઈ રાજુભાઈ સોલંકી
  10. રમણ ઉર્ફે રમેશ બચુભાઈ ચુડાસમા-દે.પુ.
  11. ભાવનાબેન ઉર્ફે ભાનુ કનુભાઈ મકવાણા દે.પુ.
  12. ભારતીબેન ઉર્ફે જોશના શંભુભાઈ પંચોલી દે.પુ.
  13. મંજુબેન ધનજીભાઈ પંચોલી-દે.પુ.
  14. મધુબેન ભરતભાઈ સોલંકી દે.પુ.
  15. લક્ષ્મીબેન ઉર્ફે ગીતા મનસુખભાઈ સોલંકી દે.પુ.

આ ઘટનાને પગલે સોમનાથ અને વેરાવળ પંથકમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

Embed widget