શોધખોળ કરો
Advertisement
પ્રાઇવેટ લેબમાં કોરોનાના ટેસ્ટની કિંમત ઘટાડવા મુદ્દે જયંતિ રવિએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે ત્યાર બાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે તજવીજ હાથ ધરાશે.
સુરતઃ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. સમીક્ષા બેઠક બાદ જયંતિ રવિ નવી સીવીલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોનાને પહોંચી વળવા કેવી વ્યવસ્થા કરાઈ છે તેની જાત મુલાકાત કરી હતી જયંતિ રવિએ સુપર સ્પ્રેડની સંભાવનાઓની શક્યતા વ્યક્ત કરતા પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.
અન્ય રાજ્યોના મુકાબલે ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત વધારે હોવા પર તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની જે ગાઇડ લાઇન છે, તેની લેખિતની રાહ સરકાર જોવાઇ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે ત્યાર બાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે તજવીજ હાથ ધરાશે.
આજે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના દર્દીઓની વધી રહેલી સખ્યાંના કારણે સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. સુરતની કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion