શોધખોળ કરો
Advertisement
ભાજપના વધુ એક ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, કોણ છે આ ધારાસભ્ય? જાણો વિગત
કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરતના ભાજપના ધારાસભ્ય પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. મળતી વિગતો પ્રમાણે કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતાં તેમને ઘરે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં સારવાર ચાલું કરવામાં આવ્યા છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે. નોંધનીય છે કે, અગાઉ ભાજપના જગદીશ પંચાલ, કિશોરસિંહ ચૌહાણ, બલરામ થાવાણીને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ સિવાય કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement