શોધખોળ કરો
Advertisement
સુરતમાં ક્યા બે વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર ? હીરા બજાર સાત દિવસ બંધ રહેશે, જાણો વિગત
ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાતા કતારગામ ઝોન અને મિનિબજાર વિસ્તારમાં આવતા ડાયમંડ યુનિટો પણ 7 દિવસ માટે બંધ રહેશે.
સુરત: ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધુ હતો. જોકે, હવે સુરતમાં પણ કોરોનાએ માથું ઉંચક્યું છે. કોરોનાને લઈ સુરત પાલિકા કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે, તેમજ કતારગામ અને મિનિ બજાર વિસ્તારમાં માઈક્રો ક્લસ્ટર જાહેર કરાયું છે.
ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાતા કતારગામ ઝોન અને મિનિબજાર વિસ્તારમાં આવતા ડાયમંડ યુનિટો પણ 7 દિવસ માટે બંધ રહેશે. આ વિસ્તારમાં કોરોનાના સતત દર્દીઓ વધી રહ્યા છે. કોરોનાનો વ્યાપ ન વધે તે માટે નિર્ણય લેવાયો છે. મહિધરપુરા હીરા બજાર ક્લસ્ટર જાહેર કરાયું છે. સુરતના મહિધરપુરા હીરા બજાર આસપાસ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો નોંધાયા છે.
મહિધરપુરાના પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નાગરદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી , જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મિનિ બજાર વિસ્તારમાં પણ માઈક્રો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement