શોધખોળ કરો

LokSabha: નિલેશ કુંભાણીને સકંજામાં લેવાનો તખ્તો, કોંગ્રેસ કાયદેસરની કાર્યવાહી કરશે, અભિષેક મનુ સિંઘવી સાથે થઇ બેઠક

છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર જબરદસ્ત ડ્રામા શરૂ થયો હતો, તે અંતે ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત મળ્યા સુધી ચાલ્યો હતો

Lok Sabha Election 2024: ગુજરાતમાં આગામી 7મે એ થનારા લોકસભાના મતદાન પહેલા રાજનીતિ વધુ તેજ થઇ ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે હવે સુરતના પક્ષપલટુ નેતા નિલેશ કુંભાણીને સકંજામાં લેવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. તાજા અપડેટ પ્રમાણે, કોંગ્રેસ પાર્ટી હવે નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. 

છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર જબરદસ્ત ડ્રામા શરૂ થયો હતો, તે અંતે ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત મળ્યા સુધી ચાલ્યો હતો. ખરેખરમાં, સુરત બેઠક પર કોંગ્રેસે સીનિયર નેતા નિલેશ કુંભાણીને લોકસભાની ટિકીટ આપી હતી, જોકે અંત ઘડીએ નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહીઓ ખોટી હોવાની વાત સામે આવતા ફોર્મ રદ્દ થયુ હતુ અને સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં મુકેશ દલાલ પ્રથમ સાંસદ બન્યા હતા. આ સાથે જ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને આ આખી રમતમાં નિલેશ કુંભાણી પર શક ગયો અને હવે આ મામલે આગળ કાર્યવાહી કરવાની વાત સામે આવી છે. 

તાજા અપડેટ પ્રમાણે, કોંગ્રેસ પાર્ટી સુરતના નિલેશ કુંભાણી વિરૂદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી કરશે, આ માટે પાર્ટીએ તખ્તો તૈયાર કરી લીધો છે. કોંગ્રેસના સીનિયર નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં આ મુ્દ્દે ચર્ચા થઇ હોવાની વાત સામે આવી છે. અભિષેક મનુ સિંઘવીની આગેવાનીમાં કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, ફૉર્મ રદ્દ થવાને લઈ કોંગ્રેસ કુંભાણી સામે પહેલાથી જ આકરા મૂડમાં હતી. 

નિલેષ કુંભાણીના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું આપ્યું મોટું નિવેદન જાણો?

લોકસભા ચૂંટણીમાં સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ તેઓ લાપતા બન્યા હતા. તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન નિલેષ કુંભાણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આ મુદ્દો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાનો છે. હું વકીલ છું, જે મેટર સબ જ્યુડીશ થવા જઈ રહી છે તે મુદ્દે હાલ હું નહીં બોલું . નિલેષ કુંભાણીની ભલામણ બદઇરાદે થઈ છે કે કેમ તેની તપાસ થશે. આ બાબતે પીસ્ટા પીંજણ કરવી અયોગ્ય છે. હાલ કોઈએ આ બાબતે કૂદી પડવું ના જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જુના આંદોલનને રાજપૂત સમાજના વિરોધ સાથે જોડવાનો પ્રયાસ કરી કહ્યું, સત્તામાં રહેલી સરકાર કોઈ મુદ્દે સંવાદના બદલે સંઘર્ષ કરે છે. પાટીદાર આંદોલનમાં સરકારે સંવાદના બદલે સંઘર્ષ કર્યો. જૂનાગઢમાં કોળી સમાજની દીકરીના મૃત્યુના આંદોલનમાં પણ સંઘર્ષ કર્યો. નાના અનુસૂચિત જાતિના સમાજના આંદોલનમાં પણ સંવાદના બદલે સંઘર્ષ કર્યો. દેશની બહેન - દીકરીના અપમાનમાં પણ અહંકાર રાખી પાઘડી ઉછળી. ઉમેદવારે જે શબ્દો ઉચ્ચાર્યા છે, તેની માફી ના હોય શકે.

નિલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી  સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ  નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ  પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખે  સસ્પેન્ડ  કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો  નિર્ણય લીધો છે , નિલેશ કુભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેઓ સતત શંકાના ઘેરામાં હતા. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃતિનો પણ આરોપ લાગ્યો છે. પાર્ટીએ આજે તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે.સુરત કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે રદ થયેલા નિલેશ કુભાણીને લઇને કોંગ્રેસ પક્ષ ખૂબ જ નારાજ છે તેમના પર પક્ષ સાથે ગદ્દારી કર્યાના આરોપ લાગ્યાં છે. તેમની ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ આખરે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે. કુંભાણીને કોંગ્રેસની શિસ્ત સમિતિએ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

નિલેશ કુંભાણીને પક્ષે સુરત બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, જેથી  કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. આ તમામ ઘટનાક્રમમાં નિલેશ કુંભાણીની ભાજપ સાથે મીલિભગત હોવાના આક્ષેપ લાગતા આખરે કોંગ્રેસ નિલેશ કુંભાણી સાથે છેડો ફાડતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget