શોધખોળ કરો
Advertisement
સુરતઃ પરીણિત યુવતીને યુવક સાથં બંધાયા શારીરિક સંબધ, પ્રેમીના કહેવાથી વોટ્સએપ પર પોતાનો ન્યુડ વીડિયો મોકલ્યો ને.......
થોડા સમય પછી પ્રશાંતે ફરી સંબંધો બાંધવા માગણી કરી હતી. યુવતી તૈયાર ન થતાં તે વારંવાર પરિણીતાનો પીછો કરી હેરાન કરતો હતો. પ્રશાંતના મિત્ર નિશાંત રમણીક વેકરીયા (ઉ.વ. 25 રહે. રોયલ પાર્ક સોસાયટી, પુણા ગામ)એ પરિણીતાને મેસેજ કર્યો હતો કે તારા બધા વિડીયો મારી પાસે આવી ગયા છે.
સુરતઃ સુરતમાં એક પરીણિત યુવતીને અન્ય યુવક સાથે શારીરીક સંબંધ બંધાયા હતા. પ્રેમીના કહેવાથી યુવતીએ પોતાનો તદ્દન નગ્નાવસ્થામાં વીડિયો પ્રેમીને વોટ્સએપ પર મોકલ્યો હતો. યુવતીએ પછી સંબંધો તોડી નાંખ્યા હતા છતાં પ્રેમી તેની સાથે શારીરિક સંબંધ રાખવા માટે પ્રયત્ન કરતો હતો. પ્રેમીના મિત્રે પણ યુવતી સાથે સંબંધ રાખવા માટે વીડિયોના નામે બ્લેકમેઈલિંગ કરતાં યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પ્રેમી તથા તેના મિત્રની ધરપકડ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મોટા વરાછા વિસ્તારની પરિણીત યુવતીને ભૂતકાળમાં પ્રતીક મહેશ માંગુકીયા (ઉ.વ. 24 રહે. ક્રિષ્ણા ટાઉનશીપ, સુદામા ચોક, મોટા વરાછા) સાથે પ્રેમ થયો હતો અને શારીરિક સંબંધો બંધાયા હતા. પ્રેમસબંધ દરમ્યાન પ્રશાંતના કહેવાથી પરિણીતાએ પોતાનો નગ્ન વિડીયો વ્હોટ્સએપ પર મોકલાવ્યો હતો. પ્રશાંત અને યુવતી એકાંતમાં મળીને રંગેરલિયાં મનાવતાં હતા પણ પછીથી પ્રશાંત અને પરિણીતાએ રાજીખુશીથી બ્રેકઅપ કરી લીધું હતું.
થોડા સમય પછી પ્રશાંતે ફરી સંબંધો બાંધવા માગણી કરી હતી. યુવતી તૈયાર ન થતાં તે વારંવાર પરિણીતાનો પીછો કરી હેરાન કરતો હતો. પ્રશાંતના મિત્ર નિશાંત રમણીક વેકરીયા (ઉ.વ. 25 રહે. રોયલ પાર્ક સોસાયટી, પુણા ગામ)એ પરિણીતાને મેસેજ કર્યો હતો કે તારા બધા વિડીયો મારી પાસે આવી ગયા છે. તેણે ત્યાર બાદ ‘આઇ મીસ યુ’ મેસેજ કર્યો હતો. નિશાંતે એ પછી પરિણીતા સાથે સબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો પણ પરિણીતાએ ઇન્કાર કરી દીધો હતો. આ કારણે બંને મિત્રો તેને પરેશાન કરતાં પરિણીતાએ નોંધાવેલી ફરિયાદના આધારે અમરોલી પોલીસે બંને રત્નકલાકાર મિત્ર પ્રતીક અને નિશાંતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement