Navsari : કાર પર વીજતાર પડતાં યુવકનું મોત, બે દીકરીઓએ ગુમાવ્યા પિતા
મહુડી ગામ પાસે મારુતિ વાન પર જીવંત તાર પડતા તેમાં બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો લાગ્યો હતો. જેમાંથી કાર ચાલક 30 વર્ષીય સુનિલ પવારનું સારવાર દરમ્યાન મોત થયું છે.
નવસારીઃ મહુડી ગામ પાસે ખેતર પેદાશ પર વીજતાર પડ્યા પછી રાહદારીઓ પર પડતાં એક યુવકનું મોત નીપજ્યું છે. મહુડી ગામ પાસે મારુતિ વાન પર જીવંત તાર પડતા તેમાં બેસેલા બે યુવાનને કરંટ લાગ્યો લાગ્યો હતો. જેમાંથી કાર ચાલક 30 વર્ષીય સુનિલ પવારનું સારવાર દરમ્યાન મોત થયું છે.
યુવકનું મોત થતાં DGVCLને ગ્રામ્ય પોલીસે નોટિસ મોકલી છે. વીજ કંપનીને આ ઘટનામાં જવાબદાર કેમ ન ઠેરવવા તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. પટેલ પરિવારનો માળો વિખેરાયો છે. 2 દીકરીએ પિતાની છાયા ગુમાવી છે.
મહેસાણાઃ મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવાના મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુર રહેતી હતી. માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી હતી.
આ અંગે પોલીસે પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી કે, પરેશ જોશીને મૃતકની માતા સાથે સંબંધ હતા. માતા અને પરેશના સંબંધો યુવતીને પસંદ નહોતા. આથી પરેશે તેની હત્યા કરી નાંખી હતી. યુવતીને ફરવાના બહાને લઈ જઈ પહેલા હથોડી મારીને હત્યા કરી નાંખી હતી. પછી પેટ્રોલથી સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં યુવતી અને આરોપી સાથે જતાં દેખાયા હતા. જેને આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. એટલું જ નહીં, પોલીસે મોટો ખુલાસો કર્યો હતો કે, યુવતીની હત્યા પછી હત્યારો પરેશ જોશી સિદ્ધપુર પોલીસ સ્ટેશને જાણવા જોગ આપવા માટે ગયો હતો.
ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે. યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી અટકાયત કરી છે. નોંધનીય છે કે, ગત મંગળવારે મહેસાણાના બાયપાસ હાઈવે પર ખારી બ્રિજ નીચેથી હત્યા કરીને સળગાવેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
ગુરૂવારે એસપી દ્વારા 7 ટીમો બનાવીને 100 જેટલી ગુમ યુવતીઓ, ઘટના સ્થળ નજીકના ટાવરમાં ટ્રેસ થયેલા 2600 મોબાઈલ નંબર, સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં યુવતીની ઉંમર 18થી 20 વર્ષની હોવાનું એનાલિસિસ કરાયું હતું.