શોધખોળ કરો
Advertisement
નવસારીઃ 28 વર્ષીય યુવતીએ કેમ કરી લીધો આપઘાત? સૂસાઇડ નોટમાં શું થયો ધડાકો?
વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય મેઘાએ આજે વહેલી સવારે આપઘાત કરી લીધો છે.
નવસારીઃ જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસને યુવતીના આપઘાત પહેલા લખેલી સૂસાઇડ નોટ હાથ લાગી છે.
મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય મેઘાએ આજે વહેલી સવારે આપઘાત કરી લીધો છે. મેઘાએ ડિપ્રેશનમાં આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. મેઘાએ આત્મહત્યા પહેલા સૂસાઇડ નોટ લખી હતી, જે પોલીસે કબ્જે કરી છે. સૂસાઇડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હહોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement