Diamond Industry: હીરા ઉદ્યોગ પર ઘેરાયા મંદીના વાદળ, આ જાણીતા શહેરમાં ઉનાળુ વેકેશન બાદ નથી ખુલ્યા 70 ટકા કારખાના
Navsari News: છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ મંદી હેઠળ આવ્યો છે. એક તરફ રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીશ હીરા ઓછા ભાવે માંગવામાં આવે છે.
Diamond Industry News: દક્ષિણ ગુજરાતમાં મુખ્ય વ્યવસાય તરીકે હીરા ઉદ્યોગ (South Gujarat’s main business diamond industry) વર્ષોથી પોતાની શાખ જમાવી બેઠો છે. લીલોછમ ગણવામાં આવતો આ વિસ્તાર ખેતીવાડી, બાગાયતી બાદ હીરા ઉદ્યોગને કારણે ચળકતો દેખાય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદીને (slowdown in diamond industry) કારણે ઝાંખપ લાગી છે. મંદિના વાદળો ઘેરાતા હીરા ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વેકેશન બાદ પણ નવસારીમાં 70% કારખાના ખુલ્યા (70 percent factory not opened after vacation) નથી. આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે પોલીસ થયેલા હીરાનો ભાવ 25% ગગડ્યો (diamond price drops 25 percent) છે.
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગમલભાઈ દેસાઇએ જણાવ્યું, લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાન, ઈરાક યુદ્ધ શરૂ રહેતા તેની સીધી અસર વૈશ્વિક ધંધા ઉપર જોવા મળી છે. આ યુદ્ધની સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. ભારતમાં અને વિશ્વમાં હીરાના કટીંગ એન્ડ પોલીસ માટે મહત્વના શહેર સુરતના પાડોશી નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટીંગ એન્ડ પોલીસિંગ કરવામાં આવે છે. સુરતની સરખામણીએ નવસારીમાં જીણા હીરાનું કામ વધુ થાય છે, છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ મંદી હેઠળ આવ્યો છે. એક તરફ રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલીશ હીરાના ઓછા ભાવે માંગવામાં આવે છે. જેને કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલીસ માલને પણ વેચવાનું ટાળ્યું છે. મેં વેકેશન પૂર્ણ થયા બાદ પણ નવસારી શહેરમાં આશરે 70% કારખાના ખુલી શક્યા નથી.
નવસારી હીરા ઉદ્યોગના વેપારી કમલેશ માલાણીએ જણાવ્યું, હીરા ઉદ્યોગમાં દિવાળી અને વેકેશન ગાળો મહત્ત્વનો હોય છે. આ ક્ષેત્રમાં કામ કરતા કારીગરો પોતાના વતને જઈને હળવાશ અનુભવે છે. મોટાભાગે આ વેકેશન 15થી 20 દિવસનું હોય છે, પરંતુ મંદીને જોતા આ વખતનું વેકેશન બે મહિના સુધી લંબાયુ છે. નવસારી જિલ્લામાં 180 જેટલા કારખાના છે. જેમાં 17થી 18 હજાર રત્ન કલાકારોની રોજગારી નભે છે, પરંતુ રશિયા, યુક્રેન વચ્ચે કાર્યરત આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવાલનો અભાવ આ બે કારણોને લઈને નવસારી જિલ્લામાં મંદીના વાદળો ઘેરાયા છે. જેને કારણે વેકેશન લંબાયુ છે.અહીંના વેપારીઓને પહેલા તો હીરાની રફ પોસાય તેવા ભાવે મળતી નથી. જો કદાચ વેપારીઓ રફ ખરીદે પણ લે તો પણ પોલીસ થયેલા હીરાઓ તેમને પાસેથી ઓછા ભાવે માંગવામાં આવે છે. એક તો મોંઘી રફ અને બીજી તરફ રફ પોલીસ થયેલો માલ ઓછા ભાવે માંગવામાં આવતા વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે.