શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં 17 દિવસથી નથી એક પણ કોરોનાનો કેસ, જાણો કેટલા દર્દી થયા સાજા ? હવે ગ્રીન ઝોનમાં જઈ શકે
નર્મદા જિલ્લામાં 17 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. નર્મદા જિલ્લો હાલ ઓરેન્જ ઝોનમાં છે તે હવે ગ્રીન ઝોન તરફ જઈ રહ્યો છે.
નર્મદાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થી રહ્યો છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક જ જિલ્લો એવી છે, જ્યાં આજ દિવસ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સિવાય કેટલાક જિલ્લાઓ એવા છે, જેમણે કોરોનાને મ્હાત આપી છે. આજે આપણે આવા જ એક જિલ્લાની વાત કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલા નર્મદા જિલ્લામાં કોરોનાના 12 કેસો નોંધાયા હતા. જોકે, 17 દિવસ પહેલા આ તમામ દર્દીઓ એક-પછી એક સાજા થઈ જતાં કોરોનામુક્ત બન્યો છે. તેમજ છેલ્લા 17 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. નર્મદા જિલ્લો હાલ ઓરેન્જ ઝોનમાં છે તે હવે ગ્રીન ઝોન તરફ જઈ રહ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ ગ્રીન ઝોન માટે જો છેલ્લો પોઝિટિવ બન્યો હોય તેના પછી 21 દિવસ સુધી કોઈ પણ પોઝિટિવ કેસ ન આવે તો ગ્રીન ઝોનમાં જિલ્લો જઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement