શોધખોળ કરો

સુરતમાં વધુ એક યુવકે હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ, ચાલતા ચાલતા જ ઢળી પડ્યો ને થયું મોત

સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ રામ યાદવ ને મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોત નો ગુનો નોંધો તપાસ શરૂ કરી છે.

Death due to Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સાનો સિલસિલો યથાવત છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. રામ બુજારક યાદવ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રામ યાદવ ઘરેથી નોકરી જવા નીકળ્યો હતો. તે દરમ્યાન ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ રામ યાદવ ને મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોત નો ગુનો નોંધો તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 

શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

Embed widget