શોધખોળ કરો
Advertisement
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને કઇ શરતે જામીન થયા મંજૂર? જાણો વિગતે
અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પર કોર્ટે જામીની મંજૂરીની મ્હોર લગાવી દીધી છે, શરતી જામીન હોવાથી અલ્પેશ કથીરિયા સુરતમાં નહીં જઇ શકે
અમદાવાદઃ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને લઇને આજે હાઇકોર્ટે મોટો ચૂકાદ આપ્યો છે. અલ્પેશ કથીરિયાએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પર કોર્ટે જામીની મંજૂરીની મ્હોર લગાવી દીધી છે, એટલે કે પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાને જામીન મળી ગયા છે. જોકે, શરતી જામીન હોવાથી અલ્પેશ કથીરિયા સુરતમાં નહીં જઇ શકે.
ઉલ્લેખનીય છે કે, પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના કેસમાં હાલ જેલમાં બંધ છે. આ અગાઉ પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરવાના આરોપ તેમજ પોતાની આઝાદીના દુરુપયોગના આક્ષેપોને લઇને સરકારે સુરત કોર્ટમાં જામીન રદ્દ કરવા અરજી કરી હતી. બાદમાં સુરત સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ્દ કર્યા હતા.
જોકે, બાદમાં જામીન રદ્દ થયા અને અલ્પેશ કથીરિયાની પોલીસે ધરપકડ કરી હતી. ફરીથી જામીન મેળવવા અલ્પેશે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, આ અરજી પણ નામંજૂર થતા અલ્પેશ કથીરિયાએ છેલ્લે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે આ મામલે હાઇકોર્ટે શરતી જામીનની મંજૂરી આપી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion