શોધખોળ કરો

PM Modi In Navsari : 'જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે'

મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે.

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે.  જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી સડક તમામ સુવિધા આપવામાં આવશે. આ બધી વિકાસ યોજનાને લઈ ગુજરાતના લોકોને અભિનંદન આપું છું. 8 વર્ષ પહેલા તમે લોકોએ ચૂંટી મને દિલ્લી મોકલ્યો હતો. આજે 8 વર્ષમાં સરકારે તમામ લોકો માટે કામ કર્યા છે.

PM Modi In Navsari : 'જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે

કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ટીકાકરણ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું.  સરકાર લોકો સુધી પહોંચી.સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે. આદિવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ચીખલી આવીએ ત્યારે જૂની યાદ તાજી થાય. હું પહેલા આવ્યો ત્યારે આટલા દિવસ ચીખલી માં રહ્યો પણ ભુખા રહેવાની નોબત ન પડી. આજે આદિવાસી સમાજ પર્યાવરણ નું રક્ષણ કરનારા છે. ભૂતપૂર્વ કોંગ્રેસ ના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી ના ગામ માં પાણી ની ટાંકી ન હતી. મેં આવી પાણી ની ટાંકી બનાવી હતી. આજે મને આનંદ છે 3000 કરોડ ના કામ કર્યા. વિરોધી ઓને એવું લાગે ચૂંટણી આવી એટલે કામો કરે છે. મારી ચુનોતી છે કે એક અઠવાડિયુ બતાવો જેમાં વિકાસ ના કામો ન થતા જોય. આતો 200 માળ ઉપર પાણી લઈ જઈ આપીએ છીએ. અમે ચૂંટણી જીતવા માટે નહીં પણ લોકો ની કામ કરવા કામગીરી કરીયે છીએ. લોકો અમને જીતાડે છે. પ્રોફેસર અને એન્જિનિયર વિષય ના યુવાનો પ્રોજેકટ નો અભ્યાસ કરે. આ ચૂંટણી માટે ના કામો નથી. અમે જેનું શિલાન્યાસ કરીયે તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ. અમે સરકાર માં બેસવા જનતા ની સેવા સમજીએ છીએ. 14 લાખ લોકો ને આ પાણી જીવનદાન આપશે. પહેલા ધારાસભ્ય હેન્ડપમ્પ લગાવી દેતા. પછી એમાંથી પાણી નહીં. પણ હવા નિકળી. આજે શિક્ષણ માટે યુનિવર્સિટી આવી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બને તે માટે કામ કરીએ. વિજ્ઞાન ની શાળા થી યુનિવર્સિટી સુધી.પહોંચ્યા છીએ. બિરસા મુંડા નામે યુનિવર્સિટી લાવી છે. ગુરુ ગોવિંદ ના નામે યુનિવર્સિટી લાવી છે.

PM Modi In Navsari : 'જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે

સીઆર પાટીલ ભુપેન્દ્ર પટેલની ટીમને શુભેચ્છા આપી. ચીખલી આવીએ ત્યારે જૂની યાદ તાજી થાય. હું પહેલા આવ્યો ત્યારે આટલા દિવસ ચીખલીમાં રહ્યો પણ ભુખા રહેવાની નોબત ન પડી. આજે આદિવાસી સમાજ પર્યાવરણ નું રક્ષણ કરનારા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ એસ્ટોલ યોજનાનાનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી તાલુકાના ભડવેલ ગામ ૨૦૦૦ કરોડથી વધુની યોજનાઓનું ખાતમુહૂર્ત  અને લોકાર્પણ કર્યું હતું.

PM Modi In Navsari : 'જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Firing Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Embed widget