શોધખોળ કરો

ખાદ્યતેલમાં ઘટાડો, રવિવારે સાઇકલ પર ફોકસ... સેલવાસમાં ફિટ રહેવાનો પીએમ મોદીનો મંત્ર, હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

નમો હોસ્પિટલનું લોકાર્પણ કરીને વડાપ્રધાને સ્થૂળતા અંગે વ્યક્ત કરી ચિંતા, ફિટનેસ માટે આપ્યો સરળ ઉપાય.

PM Modi Silvassa visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાને ફિટનેસનું મહત્વ સમજાવ્યું અને સ્થૂળતાને દેશ માટે એક ગંભીર સમસ્યા ગણાવી. તેમણે લોકોને રસોઈ તેલમાં 10% ઘટાડો કરવા અને દર રવિવારે સાયકલ ચલાવવા જેવી સરળ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા.

સિલવાસામાં 460 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 450 બેડની નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ કેન્દ્રશાસિત પ્રદેશની આરોગ્ય સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. તેમણે કહ્યું કે સેલવાસના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને અહીં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ સ્થૂળતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો સ્થૂળતાનો શિકાર બનશે. તેમણે આ આંકડાને ડરામણો ગણાવતા કહ્યું કે, "આનો અર્થ એ છે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ સ્થૂળતાના કારણે ગંભીર રોગોનો ભોગ બની શકે છે. સ્થૂળતા જીવલેણ બની શકે છે." આ પરિસ્થિતિને ટાળવા માટે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા પડશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ફિટનેસ મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, "ફિટ રહેવા માટે આપણે બધાએ આપણા રસોઈ તેલમાં 10 ટકાનો ઘટાડો કરવો પડશે. આ સાથે કસરતને આપણા જીવનનો એક અભિન્ન ભાગ બનાવવી પડશે. રવિવારે સાયકલ ચલાવવી પણ ખૂબ ફાયદાકારક છે. દરરોજ થોડાક કિલોમીટર ચાલવાની ટેવ પાડવી જોઈએ."

વડાપ્રધાને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે સ્વસ્થ દેશનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આજે દેશ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વ્યસ્ત છે, અને માત્ર સ્વસ્થ દેશ જ આવા મોટા લક્ષ્યો હાંસલ કરી શકે છે. જો તમે રાંધણ તેલમાં ઘટાડો કરો અને તમારી જાતને ફિટ રાખો, તો તે વિકસિત ભારતની યાત્રામાં એક મોટું પગલું સાબિત થશે."

પીએમ મોદીએ સેલવાસમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એક સમયે અહીંના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડતું હતું, પરંતુ હવે અહીં રાષ્ટ્રીય સ્તરની 6 શૈક્ષણિક સંસ્થાઓ છે અને સેલવાસ શિક્ષણનું નવું હબ બની ગયું છે.  તેમણે ઉમેર્યું કે સેલવાસમાં આધુનિક આરોગ્ય સેવાઓનો વ્યાપક વિસ્તાર થયો છે અને નવી આરોગ્ય સુવિધાઓથી આદિવાસી સમુદાયને ઘણો ફાયદો થશે.

વડાપ્રધાને જન ઔષધિ કેન્દ્રોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, "અમારી સરકાર સારી હોસ્પિટલો બનાવી રહી છે અને જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પૂરી પાડે છે. હોસ્પિટલમાં સારવાર બાદ પણ દવાના ખર્ચનો બોજ રહે છે, જેને ઘટાડવા માટે જન ઔષધિ કેન્દ્રો પર દવાઓ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. અમે આવનારા સમયમાં દેશભરમાં 25 હજાર જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખીએ છીએ."

સેલવાસમાં નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન અને ફિટનેસ અંગે વડાપ્રધાન મોદીના સંદેશથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આરોગ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળી રહેશે.

આ પણ વાંચો....

કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું મોટું ગાબડું: આ રાજ્યમાં ત્રણમાંથી બે બેઠકો જીતી, કોંગ્રેસને મોટો ફટકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget