શોધખોળ કરો
Advertisement
સુરતના હજીરામાં કામદારોએ વતન જવાને લઈને હંગામો કરી પોલીસ પર પથ્થરમારો કર્યો, 4 ટીયર ગેસના સેલ છોડાયા
આજે સુરતમાં હજીરાના મોરાગામ ખાતે કામદારો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરીને હંગામો કર્યો હતો. આ ઘટના જાણી થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અલગ-અલગ રાજ્યોના ફસાયેલા લોકોને પોતાના વતન લઈ જવામાં આવી રહ્યાં છે. જોકે આજે સુરતમાં હજીરાના મોરાગામ ખાતે કામદારો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરીને હંગામો કર્યો હતો. આ ઘટના જાણી થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી જ્યાં પોલીસે કામદારોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો છતાં પણ કામદારો ન સમજતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે 4 ટીયર ગેસના સેલ છોડ્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં 55 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ મોરાગામ પહોંચ્યાં હતાં.
હજીરાના મોરાગામ ખાતે કામદારો અચાનક રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને વતન જવાની માંગને લઈને હંગામો કરી રહ્યાં હતાં. કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હોવાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે કામદારો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે કામદારો ન સમજતાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ત્યાર બાદ પોલીસે 4 ટીયર ગેસના સેલ છોડીને કામદારોને ભગાડ્યા હતાં.
આ સમગ્ર ઘટનામાં પોલીસે 55 લોકોની અટકાયત કરી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટ મોરાગામે પહોંચ્યાં છે જ્યાં સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement