શોધખોળ કરો

Surat Police: 31 વર્ષથી નાસતા-ફરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી, 40 વર્ષથી હથિયાર બનાવતો

સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 31 વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહનસીંગ ઉર્ફે મોહનભૈયા નરવાડસીંગ ડાવરની ધરપકડ કરવામાં આવી છે.

સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 31 વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોહનસીંગ ઉર્ફે મોહનભૈયા નરવાડસીંગ ડાવરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 1993માં આર્મ્સ એક્ટના મુજબના ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા.  આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં 2017માં પણ બનાવટી હથીયારો બનાવી સપ્લાય મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

આરોપી આશરે 40 વર્ષથી હથિયારો બનાવતો હતો અને વેચતો હતો. આરોપી જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્રારા અલગ-અલગ રાજ્યોમા વેચાણ કરતો હતો.  જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને મહારાષ્ટ્ર સહાદા ખાતેથી ઝડપી પડ્યો છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. 

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઓપરેશન ફરાર અંતર્ગત અભિયાન ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસની અલગ-અલગ ટીમો છેલ્લા ઘણા સમયથી પોલીસ ડાયરીમાં ફરાર થઈ ગયેલા ગુનેગારોને પકડવા સતત કામ કરી રહી છે. આ શ્રેણીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા ગુનેગારની ધરપકડ કરી છે. આ ગુનેગારની ધરપકડ પરથી એવું કહી શકાય કે તે યુવાનીમાં ફરાર થઈ ગયો હતો અને હવે વૃદ્ધાવસ્થામાં તેને પોલીસે પકડી લીધો છે.

આર્મ્સ એક્ટમાં ફરાર હતો 

સુરત ક્રાઈમ બ્રાન્ચે જે ફરાર આરોપીને ઝડપી લીધો છે તેનુ નામ મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવડસિંહ ડાવર છે. સુરત ક્રાઈમ બ્રાંચને ICGS પોર્ટલ પરથી આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવરસિંહ ડાવર વિશે માહિતી મળી હતી કે, આરોપી આર્મ્સ એક્ટ કેસમાં મહારાષ્ટ્ર શહાદા કોર્ટમાં આવવાનો છે. માહિતીના આધારે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની શહાદા કોર્ટ નજીક પહોંચી હતી અને કોર્ટ તારીખે આવેલા આરોપી મોહન સિંહની ધરપકડ કરી હતી.

1993માં આરોપી સામે નોંધાયો હતો કેસ

70 વર્ષીય મોહન સિંહ ડાવર મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના અસવાડા ગામમાં રહેતો હતો. છેલ્લા 30 વર્ષથી આરોપી ફરાર હતો. આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા ડાવર સામે 1993માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અંર્તગત ફરાર હતો.  રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2018 માં અન્ય આરોપીઓને ચાર પિસ્તોલ અને 50 જીવતા કારતુસ સપ્લાય કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તે સમયે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં મોહનસિંહ ઉર્ફે મોહનસિંહ ભૈયા ડાવર પોલીસની ધરપકડથી બચવા માટે વર્ષોથી ફરાર હતો.

છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહનસિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના શહાદામાં ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, એક પેથાણ પોલીસ સ્ટેશનમાં અને કુલ મળીને 31 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મોહનસિંહ છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર હથિયાર બનાવતો હતો. તે પોતાના વતનમાં હથિયાર બનાવતો હતો અને આ હથિયારો પોતાના અને ગામના વિવિધ વ્યક્તિઓ દ્વારા અન્ય રાજ્યોમાં વેચતો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget