Surat: સુરતમાં છેલ્લા 10 મહિનામાં અંદાજે 38 કારીગરોએ કર્યો આપઘાત, રત્નકલાકારો માટે રત્નદીપ યોજના શરૂ કરવા રજુઆત
સુરત: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોએ મંદીના કારણે આત્મહત્યા કરી છે. જેને લઈને રત્નકલાકારો માટે કોઈ આર્થિક મદદ કે કોઈ યોજના શરુ કરવામાં આવી તેની માગ કરવામાં આવી છે. રત્નકલાકારોના આપઘાતને લઇ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
સુરત: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોએ મંદીના કારણે આત્મહત્યા કરી છે. જેને લઈને રત્નકલાકારો માટે કોઈ આર્થિક મદદ કે કોઈ યોજના શરુ કરવામાં આવી તેની માગ કરવામાં આવી છે. રત્નકલાકારોના આપઘાતને લઇ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. રત્નકલાકારોને મદદ કરવા રત્નદીપ યોજના શરૂ કરવા માંગ કરાઈ છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનની સીએમને રજૂઆત કરી રત્નકલાકારોને આર્થિક મદદ કરવા આવેદનપત્ર આપ્યુ હતુ.
ડાયમંડ વર્કર યુનિયન અને ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટ દ્વારા રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યાં છે. દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતાં મોડા ખુલ્યા છે. ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. જેથી મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કર્યો છે.
રત્નકલાકારોએ મુખ્યમંત્રી પાસે વિવિધ માગણીઓ લઈ પહોંચ્યા હતા. વર્કર યુનિયન ગુજરાતના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના વડપણ હેઠળ તેમજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી એકસપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલના રીજીયન ચેરમેનએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. એક સૂરમાં હીરા ઉધોગને કારણે જે મુશ્કેલી વધી રહી છે. તેનાથી રાહત મેળવવા માટે સુધી રજૂઆત કરવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો હેરાન થઈ રહ્યા છે.
કેમ કે દિવાળીના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે. જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને છેલ્લા 8થી 10 મહિનામાં સુરતમાંથી અંદાજે 38 કારીગરોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે, ત્યારે મુખ્યમંત્રી તેમજ શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગના રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવામા આવી છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે રજૂઆત સાંભળી હતી. હીરા ઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ આર્થિક પેકેજ જાહેર કરો રત્નદીપ યોજના શરૂ કરો વ્યવસાય વેરો નાબૂદ કરો આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો ની માંગણી સરકાર સમક્ષ કરી છે.