શોધખોળ કરો

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 181 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં 12 કલાકમાં 27 જિલ્લાના 181 તાલુકામાં ભારે વરસાદ.
  • કામરેજમાં 16 ઇંચ, પલસાણામાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર.
  • સુરતમાં 12 ઇંચ વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, શાળા રજા.
  • નવસારીમાં 10 ઇંચ વરસાદથી સ્થાનિક નદીઓ પૂર જેવી.

અમદાવાદ: રાજ્યમાં આજે સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 27 જિલ્લાના 181 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  આજે 7 જુલાઈના રોજ સવારે 6 થી સાંજના 6  વાગ્યા સુધીના 12  કલાકમાં ગુજરાતના 27  જિલ્લાના કુલ 174 તાલુકાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં પડ્યો હતો. કામરેજમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 12 કલાકમાં કામરેજમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર અસર થઈ છે. 

આ 12 કલાકના ટૂંકા ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 7 તાલુકાઓ એવા છે જ્યાં 12 કલાકમાં જ 5 ઇંચ (125 મિમિ) થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.  સુરત જિલ્લાના કામરેજમાં તાલુકામાં આજે મેઘતાંડવ જોવા મળ્યું છે. અહીં 12 કલાકમાં જ 403  મિમિ (15.87 ઇંચ) વરસાદ ખાબક્યો છે. 
આ પ્રચંડ વરસાદને કારણે કામરેજના અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને રસ્તાઓ બંધ થયા છે.

સુરતના પલસાણામાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં 14  ઇંચ વરસાદથી જળબંબાકાર છે.  સુરત જિલ્લાનો પલસાણા તાલુકો વરસાદ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. પલસાણામાં  આકાશી આફત તૂટી પડી હતી. આ ટૂંકા ગાળાના ભારે વરસાદથી સ્થાનિક સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

સુરત શહેરમાં પણ જળપ્રલય જેવી સ્થિતિ

સુરત શહેરમાં પણ આજે  12 કલાકમાં કુલ 311 મિમિ (12.24  ઇંચ) વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં શહેરનો વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.  

નવસારી જિલ્લામાં પણ આકાશી આફત જોવા મળી હતી. નવસારી તાલુકામાં 10  ઇંચથી વધુ  વરસાદ વરસ્યો છે.  સુરતની સાથે પાડોશી જિલ્લા અને તાલુકામાં પણ 12 કલાકમાં 262 મિમિ (10.31  ઇંચ) વરસાદ નોંધાયો છે.  ભારે વરસાદના પગલે નવસારીની સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો- Surat Rain: સુરતના કામરેજમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સુરતના મહુવા અને બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર  બેટિંગ કરી હતી.  સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 12  કલાકમાં 7.91  ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના જ બારડોલી તાલુકામાં પણ આ જ સમયગાળામાં 6.97  ઇંચ મુશળધાર વરસાદ પડ્યો છે. આ સાથે જ સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓ આજે ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Embed widget