શોધખોળ કરો
Advertisement
સુરતના કયા મોટા ઉદ્યોગપતિ સામે શિક્ષિકાએ નોંધાવી છેડતીની ફરિયાદ? જાણો વિગત
જાણીતા ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે શક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસનો શિક્ષિકાનો આરોપ છે.
સુરતઃ શહેરની ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે શક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસનો શિક્ષિકાનો આરોપ છે. શિક્ષિકાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સુરતની આદર્શ સોસાયટી ખાતે રહેતા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ 15 ડિસેમ્બર 2018થી 27મી માર્ચ 2019 દરમિયાન શિક્ષિકા સાથે બિભત્સ ચેનચાળા કરી માનસિક ત્રાસ આપ્યો હતો.
પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી કે, શિક્ષિકાબેન સ્કૂલમાં નોકરી કરતા હતા, તે દરમિયાન એક ટ્રસ્ટીએ બેનની છેડતી કરી હતી. એ બાબતે ગુનો દાખલ કરેલો છે. ટ્રસ્ટીએ મોબાઇલ પર પણ ખરાબ મેસેજ પણ મોકલ્યા હતા. તેમજ રૂબરૂમાં બોલાવીને પણ છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ, તપાસ ચાલું છે. પુરાવા મળશે, તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement