શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ વિસ્તારમાં 3 જૂને 90 કિ.મીની ઝડપે પવન ફુંકાશે, અતિભારે વરસાદની આગાહી
તા.3 જૂને સાંજે અથવા રાતે દક્ષિણ ગુજરાતમાં દમણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં હરી હરેશ્વર રાયગઢની વચ્ચેથી પસાર થાય તેવી આગાહી છે.
ગાંધીનગરઃ વાવાઝોડું સુરત શહેરથી હાલ 900 કિલોમીટર દૂર છે. અને આગામી બુધવારે સાયકલોનીક સ્ટોર્મ બનીને દક્ષિણ ગુજરાતમાં દમણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં હરી હરેશ્વર રાયગઢની વચ્ચેથી પસાર થાય તેવી આગાહી છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં 90 કિલોમીટરની ઝપડે પવન ફુંકાવાની આગાહી હોય તંત્ર એલર્ટ પર છે.
સુરત જિલ્લા કલેકટર ડા.ધવલ પટેલે આ અંગે જણાવ્યું કે, આઇએમડીના બુલેટિન મુજબ હાલ આ સિસ્ટમ સુરત થી 900 કિલોમીટર દક્ષિણ દક્ષિણ-પશ્ચિમ તરફ અરબ સાગરમાં ડિપ્રેશન તરીકે છે. આગામી ૨૪ કલાક માટે સાયકલોન સ્ટોર્મ સ્વરુપે ડેવલપ થશે. 2 જૂનની સવાર સુધીતે ઉત્તર દિશામાં અને ત્યાર બાદ ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે. તા.3 જૂને સાંજે અથવા રાતે દક્ષિણ ગુજરાતમાં દમણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં હરી હરેશ્વર રાયગઢની વચ્ચેથી પસાર થાય તેવી આગાહી છે.
તે સીવીયર સાયકલોનિક સ્ટોર્મ બનવાની ભવિષ્યમાં શક્યતાઓ છે. 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળ પર મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તા.4 જૂને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી થઇ છે. આ દરમિયાન સુરત જિલ્લામા 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement