શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદનો કહેર: વલસાડ, સુરત, નવસારી, તાપીમાં ધોધમાર; અનેક કાચા પાકા મકાનો અને વૃક્ષોને નુકસાન

South Gujarat Rain: ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વિઝિબિલિટી ડાઉન, ઓવરબ્રિજ અન્ડરપાસમાં પાણી ભરાયા; કેરી સહિતના પાકને નુકસાન.

South Gujarat heavy rainfall: અરબી સમુદ્રમાં સર્જાયેલી હલચલને કારણે દક્ષિણ ગુજરાતમાં આજે (૨૪ મે, ૨૦૨૫) વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું હતું અને ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા.

અરબી સમુદ્રમાં સર્જાયેલી હલચલની સીધી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળી છે. આજે (૨૪ મે, ૨૦૨૫) વહેલી સવારે વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવનને કારણે થોડા સમય માટે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં સ્થિતિ

વલસાડ શહેર સહિત ધરમપુર, કપરાડા, અને વાપી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. કપરાડાના વાવડ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અંદાજિત ૧૦ જેટલા ઘરના પતરા ઉડી ગયા હતા, જેના કારણે એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે.

સુરત અને બારડોલીની હાલત

સુરત શહેરના પીપલોદ, વેસુ, ડુમસ રોડ, અને ઉમરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ તરફ, બારડોલી તાલુકામાં પણ વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે આશાપુરી મંદિર અને જાગૃતિ નગર નજીક વરસાદી પાણી ભરાયા હતા, જેનાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શાસ્ત્રી રોડ પર આવેલા શિશુ મંદિર નજીક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

નવસારીમાં જનજીવન પ્રભાવિત

નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મંકોડીયા, ઈટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા ઓવરબ્રિજ પાસે પાણી ભરાયા હતા, જ્યારે રેલવે અન્ડરપાસમાં પણ પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પવન સાથે વરસાદ વરસતા લુન્સીકુઈ અને સિંધી કેમ્પ વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગણદેવી તાલુકાનો દેવધા ડેમ પણ ઓવરફ્લો થયો હતો.

તાપી જિલ્લામાં વ્યાપક નુકસાન

તાપી જિલ્લામાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વ્યારાના કાનપુરા રોડ નજીક સોસાયટીના પાર્કિંગ શેડના પતરા ખસી ગયા હતા, જ્યારે જનરલ હોસ્પિટલ નજીક બે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. મુસા રોડ પર એક કોમર્શિયલ મોલનો શેડ ધરાશાયી થતા પણ નુકસાન થયું છે. વાલોડમાં ખાખર ફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ ઉડીને રોડ પર પડ્યો હતો, જેના કારણે વીજપોલ અને વીજ વાયરો પણ તુટીને નીચે પડ્યા હતા.

વરસાદ અને પવનને કારણે તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ નુકસાન થયું છે:

  • વ્યારા તાલુકામાં ૮ કાચા મકાનોને નુકસાન થયું.
  • સોનગઢ તાલુકામાં ૧૩ કાચા મકાનોને નુકસાન થયું.
  • ડોલવણ તાલુકામાં ૩ પાકા મકાનોને નુકસાન થયું.

આ અણધાર્યા વરસાદ અને વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા, ચીકુ સહિતના ઉનાળુ પાકને પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનો અંદાજ મેળવવા અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Embed widget