(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી પર સુરતથી માદરે વતન જતા રત્ન કલાકારો આનંદો, ST દ્વારા સિંગલ ભાડું લેવામાં આવશે, જાણો કયા રૂટ પર કેટલું ભાડું થયું નક્કી
સિંગલ ભાડું લેવાનું મંત્રી આર.સી. ફળદુ અને મંત્રી કુમારભાઈ કાનાણીને સરકારમાં રજૂઆત કરી હતી. જે સ્વીકારી લેવામાં આવતા સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું તા.22.10.19 થી 27.10.19 ના મધ્ય રાત્રી સુધી સિંગલ ભાડું લેવામાં આવશે.
સુરતઃ ડાયમંડ નગરીના રત્ન કલાકારો માટે સારા સમાચાર છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના એસટી નિગમને રત્ન કલાકારો પાસેથી સિંગલ ભાડું લેવાની કરવામાં આવેલી રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે.
હીરાઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે દિવાળી વેકેશનમાં વતન જવા માગતા રત્નકલાકારો પાસે એસટી દ્વારા એકતરફી જ ભાડુ લેવામાં આવે તેવી સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે. આગામી તા. 22 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તરફ જતી બસમાં મુસાફરી કરવા ઈચ્છતા રત્નકલાકારો પાસેથી સિંગલ ભાડુ લેવામાં આવશે. એસટી દ્વારા આ અંગેનો ભાડા સાથેનો રૂટચાર્ટ જાહેર કરાયો હતો. એસટી વિભાગ દ્વારા દર વખતે એકસ્ટ્રા બસોના ભાડામાં 25 ટકા વધારો લેવામાં આવે છે જે રદ કરાયો છે. જે મુજબ એસ.ટી. નિગમ દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું રૂટ પ્રમાણેનું એક તરફી ભાડું લેવામાં આવશે.
સિંગલ ભાડું લેવાનું મંત્રી આર.સી. ફળદુ અને મંત્રી કુમારભાઈ કાનાણીને સરકારમાં રજૂઆત કરી હતી. જે સ્વીકારી લેવામાં આવતા સરકાર દ્વારા દિવાળી પર મુકવામાં આવનાર એકસ્ટ્રા બસનું ભાડું તા.22.10.19 થી 27.10.19 ના મધ્ય રાત્રી સુધી સિંગલ ભાડું લેવામાં આવશે. જેના કારણે રત્નકલાકારો મંદીના સમયમાં ખૂબ જ સસ્તા દરે પોતાના માદરે વતન જઈ શકશે.
સુરત થી એસટી નિગમે જાહેર કરેલા રૂટચાર્ટ પ્રમાણે ભાડું
અમરેલી 250 રૂપિયા
ભાવનગર 215 રૂપિયા
બોટાદ 220 રૂપિયા
સાવરકુંડલા 265 રૂપિયા
તળાજા 240 રૂપિયા
રાજકોટ 240 રૂપિયા
મહુવા 255 રૂપિયા
ગારીયાધાર 240 રૂપિયા
ગઢળા 225 રૂપિયા
જૂનાગઢ 280 રૂપિયા
ધારી 280 રૂપિયા
અમદાવાદ 185 રૂપિયા
ડીસા 245 રૂપિયા
મહેસાણા 210
પાલનપુર 235 રૂપિયા
પાટણ 235 રૂપિયા
વિસનગર 215 રૂપિયા
બારીયા 210 રૂપિયા
દાહોદ 200 રૂપિયા
ઝાલોદ 205 રૂપિયા
છોટાઉદેપુર 165 રૂપિયા