સુરતમાં IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં છાપો, દૂબઈ કનેક્શન સામે આવતા હડકંપ
સુરત: હાલમાં સમગ્ર દેશમાં IPLનો રોમાંચ છવાયેલો છે. જેમ કરોડોની કિંમતમાં વેચાયેલા ખેલાડીઓ મેદાનની અંદર રમવા ઉતરે છે તો બીજી તરફ મેદાનની બહાર કેટલાક લોકો કરોડો રૂપિયાનો સટ્ટો રમે છે
સુરત: હાલમાં સમગ્ર દેશમાં IPLનો રોમાંચ છવાયેલો છે. જેમ કરોડોની કિંમતમાં વેચાયેલા ખેલાડીઓ મેદાનની અંદર રમવા ઉતરે છે તો બીજી તરફ મેદાનની બહાર કેટલાક લોકો કરોડો રૂપિયાનો સટ્ટો રમે છે. હવે આવા જ એક સટ્ટાનો ખુલાસો ગુજરાતના ડાયમંડ નગર તરીકે જાણીતા સુરતથી થયો છે. સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટેટ વિજીલન્સ પોલીસે છાપો મારતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ સટ્ટે દુબઈથી ઓપરેટ થતો હતો. IPL પર સટ્ટો રમાડતા બુકીને ત્યાં છાપો પડતા સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો હતો. પાલમાં આવેલા શ્રીપદ અન્ટેલિયા એપાર્ટમેન્ટમાં પોલીસે છાપો મારી બે સટ્ટોડીયાને ઝડપી પાડ્યા છે. ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કરની પોલીસે ધરપકડ કરી છે. દુબઇથી ઓપરેટ કરતા જીગર ટોપીવાળા સહિત 14 વોન્ટેડ છે. પોલીસે મોબાઈલ,લેપટોપ અને રોકડ મળી મળી 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમને આશા છે કે આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શ્રેણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે દુબઈમાં બેઠક યોજાવાની છે. આ બેઠકમાં દ્વિપક્ષીય શ્રેણી અને ચાર દેશો વચ્ચેની શ્રેણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.
દુબઈમાં યોજાનારી ICCની બેઠક માટે BCCI અને PCBના અધિકારીઓ દુબઈ પહોંચી ગયા છે. આ બેઠક 7 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન યોજાશે. પાકિસ્તાની મીડિયા અનુસાર આ દરમિયાન ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે ચર્ચા કરશે અને દ્વિપક્ષીય શ્રેણી અંગે નિર્ણય લેશે.