શોધખોળ કરો

Sumul dairy: સુમુલ ડેરીએ પશુપાલકોને આપી ભેટ, દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

સુરતની સુમુલ ડેરીએ ગણેશ ચતુર્થીના પર્વ પર પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે

સુરતઃ સુરતની સુમુલ ડેરીએ ગણેશ ચતુર્થીના પર્વ પર પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે.ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 10 અને ગાયના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 5નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

એટલે કે, ભેંસના દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ દીઠ 760 રૂપિયા ચૂકવાશે.જ્યારે ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ હવે પશુપાલકોને 740 રૂપિયા ચૂકવાશે.જો કે, પશુ આહારમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયા, 50 પૈસાનો વધારો કરાયો છે.

'ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે'

સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમીના ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

આ મામલામાં  કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.  કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે.

હવે આ મુદ્દે ભાજપના નેતા અને સહપ્રક્તા ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ ઘર્ષણ કર્યું. આપ આવા ત્રાગાઓ રચી ને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટાછવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી. ભાજપના દિનેશભાઈ દેસાઇ, કિશનભાઈ દેસાઇ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેય સુરતની પ્રેરણા હોસ્પિટલમાં દાખલ છે. 

તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે. ત્યાર બાદ આવા ત્રાગા કરીને સિંપથી મેળવવા માટેનો અને રાજનીતિમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે. આ જ આમ આદમી પાર્ટી છે, જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં મહિલા કાર્યકરોની છેડતી કરી છે. ત્યાં મારામારી કરી છે. ત્યાં અરાજકતા ફેલાવી છે. બાકી કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ આવા કોઈ ત્રાગા ચાલવાના નથી. ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને તેમની ગુજરાતમાં ક્યારેય સ્વીકૃતિ થવાની નથી.

Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી

PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો

Audi Q3 Premium Compact SUV: ઓડીએ ભારતમાં લોન્ચ કરી Q3 પ્રીમિયમ કોમ્પેક્ટ SUV, પ્રથમ 500 ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધા

Saree Pics: ફિલ્મફેર એવોર્ડમાં વ્હાઇટ બૉલ્ડ સાડી પહેરીને પહોંચી ટીવીની આ હસીના, તસવીરો પર ફેન્સ ફિદા, જુઓ...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Embed widget