Sumul Dairy News: સુમુલ ડેરીએ દૂધમાં કર્યો 30 રુપિયાનો વધારો, જાણો ક્યારથી લાગુ થશે આ ભાવ વધારો
Sumul Dairy News: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પશુપાલક માટે સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો માટે કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
Sumul Dairy News: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પશુપાલક માટે સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો માટે કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ 21 ફેબ્રુઆરીથી જ અમલમાં આવશે. દૂધના ખરીદી ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાનો લાભ હજારો પશુપાલકોને થશે.
દીવ માટે ઓનલાઈન હોટેલ બુક કરાવતા પહેલા સાવધાન!
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં ઓનલાઈન હોટેલ બુક કરાવતા હોઈ તો ચેતી જજો. કારણ કે, દીવની હોટેલોના નામે ઓનલાઈન ઠગી થતી હોવાની માહિતી સામે આવી છે. જેના કારમે પ્રવાસીઓને લાખો રુપિયાનો ચૂનો લાગી રહ્યો છે. પહેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું તો હવે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવથી ઓનલાઇન ઠગીની બુમો સંભળાઈ રહી છે.
જેના કારણે દીવ હોટેલ સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાઇબર ક્રાઈમ માફિયાઓ અન્ય રાજ્યમાં બેઠા બેઠા લોકોને ઠગવાનો મોકો ચુકતા નથી. દીવની એવી અનેક હોટેલો છે જેની ગૂગલ પર ડુપ્લીકેટ સાઈડ બનાવી સાઇબર ક્રાઈમને અંજામ આપવામાં આવી રહ્યો છે અને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. દીવ હોટેલ એસો પ્રેસિડન્ટ યતીન ફૂગરોનૂ કહેવું છે કે લાંબા સમયથી પ્રવાસીઓ ઠગીનો શિકાર બની રહ્યા છે.
તકલીફ એ છે કે તેમની સાથે હોટલમાં રૂમ બુકીંગના નામે ઓનલાઈન ઠગીઓ તેમને લૂંટી લે છે અને પ્રવાસી અહીંયા જ્યારે આવે છે ત્યારે અમે અને પ્રવાસી બને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. આ સમગ્ર મામલે દીવ પોલીસમાં ફરિયાદ પણ કરી છે પરંતુ આ સાતીર સાઈબર કરાઈમ માફિયા પકડાતા નથી કારણ કે આ માફિયાઓનું લોકેશન નથી મળતું. દીવની અનેક એવી હોટેલો છે જેની ફેક સાઈડ બનાવી રૂપિયા ખંખેરાય ચુક્યા છે જેથી પ્રવાસીઓએ હવે સાવધાન થવાની જરૂર છે.
ઠગીનો શિકાર બનવા પાછળ બે કારણ જવાબદાર છે એક તો ફેક સાઈડ પર હોટેલનો દર સસ્તો જોઈ પ્રવાસી લલચાય જાય છે અને જોતા જ નથી કે આ સાઈડ સાચી છે કે ફેક છે. બીજું એ કે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા પહેલા હોટેલના ફોન નંબરમાં ફોન કરવો જોઈએ તો ખબર પડે કે હોટલથી વાત થાય છે કે અન્ય કોઈ સાથે. હાલ તો અનેક લોકો ઠગીનો શિકાર બની રહ્યા છે. આ સમગ્ર મામલે દીવ પીઆઇ નરેશ પટેલનું કહેવું છે કે પોલીસની સાઇબર ક્રાઈમ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે અને આ સાઇબર ક્રાઈમને અંજામ દેનારાની શોધખોળ કરવામાં આવી રહી છે.