શોધખોળ કરો
Advertisement
સુરતઃ કારે ટક્કર મારતાં 3 વર્ષની છોકરી 30 ફૂટ ઉછળી ને ઝાડની ડાળી ઘૂસી જતાં મોતને ભેટી, જાણો કરૂણ બનાવ વિશે
કામરેજ તાલુકાનાં શામપુરા ગામે પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવારના રોજ પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક અને દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયા હતા.
સુરતઃ ડાયમંડ નગરીમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવાની ઘટનામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. કામરેજ તાલુકાનાં વિહાણ શામપુરા માર્ગ પર પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાયકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઉછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા પિતા, નાની દીકરીને બારડોલી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.કામરેજ તાલુકાનાં શામપુરા ગામે પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવારના રોજ પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક અને દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયા હતા. બારડોલીથી પરત ફરતી વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બારડોલીથી શામપુરા તરફ જઈ રહ્યા હતા.
વિહાણ તરફ જઈ રહેલ એક એસેન્ટ ગાડી નં. GJ-5-CG-3297 નો ચાલક પુરપાટ અને ગફલત ભર્યું હંકારી રોંગ સાઈડ આવી સામેથી આવતા સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એવો ભયાનક હતો કે મોટરસાયકલ ચાલાકનો પરિવાર હવામાં ફંગોળાઈ ગયો હતો. ગાડીનું લીવર જામ થઈ જતાં સ્ટેરીગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવતી સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની માસૂમ મહેક 20 ફૂટ ઊંચે હવામાં ફગોળાઈ ઝાડની ડાળીઓમાં ફસાઈ ગઈ હતી અને બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. મહેકના માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી. એસેંટ કાર પણ રોડની નજીકના ખાડામાં ઉતારી ગઈ હતી ધડાકા સાથે થયેલા અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી ઇજા ગ્રસ્ત પરિવારને 108 માં સારવાર અર્થે બારડોલી ખસેડયો હતો. કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.ઘટના અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion