Surat:20 વર્ષના વિદ્યાર્થીને દુકાનમાં લઈ જઈ યુવકે કર્યું સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય, મિત્રોઓ બનાવ્યો વીડિયો ને પછી......
આ ઘટનાની વિગત એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે.
સુરતઃ સુરતના કતારગામમાં રહેતા અને કોલેજમાં ભણતા 20 વર્ષના વિદ્યાર્થી સાથે યુવકે પરાણે શરીર સંબંધ બાંધીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું ને તેના સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. એ પછી વીડિયોના બહાને વિદ્યાર્થીને બ્લેક મેઇલ કરી બળાત્કારી યુવક તથા તેનાસાથીઓએ 1.26 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ કેસમાં 10 લોકોની ટોળકી સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતો 20 વર્ષનો યુવક બીબીએનો અભ્યાસ કરે છે. તેના પિતા દૂધનો ધંધો કરતા હતા પણ છ માસ અગાઉ યુવકના પિતાએ તબેલો વેચતાં તેમની પાસે રૂપિયા દોઢ કરોડ આવ્યા હતા. આ વાતની જાણ કતારગામ લલિતા પાર્કમાં રહેતા જયદિપ અરવિંદ ટાંકને થતાં જયદિપે યુવકને બોલાવીને સેનેટાઇઝરનો ધંધો કરવાની લાલચ આપી હતી. જયદીપે કતારગામ આંબાવાડી સોનલ પાર્કમાં રહેતા લાખા ઉર્ફે ભરત બોધા સાટિયાને સાથે લીધો હતો. લાખાએ તેના ભાઇ ભોળા, વિજય તેમજ કતારગામ નંદનવન સોસાયટીમાં રહેતા સાગર સાટિયા, ભોલા મેર, કનો સાટિયા, કતારગામા બંબાગેટ પાસે રહેતા કરણ ત્રિવેદી, વૃન્દાવન સોસયટીમાં રહેતા જેનીશ કલસરીયા અને રોમા સાટિયા સાથે મળીને યુવકને બાટલામાં ઉતાર્યો હતો.
ધંધાના બહાને આ લોકો યુવકને મળતા હતા. આ બહાને જ આ ટોળકી યુવકને એક દુકાનમાં લઇ ગઈ હતી. દુકાનમાં લાખાએ યુવક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું જ્યારે અન્ય સાથીઓએ તેનો વીડિયો ઉતારી લીધો હતા. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને આ ટોળકીએ યુવક પાસેથી છેલ્લા છ મહિનામાં ટુકડે ટુકડે રૂપિયા 1.26 કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત 7 મોબાઇલ અને 1 ઘડિયાળ પડાવી લીધી હતી. ટોળીએ યુવક પાસે 30 લાખની માંગણી કરી હતી પણ યુવક પૈસા નહોતા.
દરમિયાનમાં બે દિવસ રહેલા પિતાએ તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા ગાયબ થઈ ગયા હોવાની જાણ થઈ હતી. તેમણે દીકરાને પૂછતાં યુવકે પિતાને હકિકત જણાવી હતી. પિતાએ હિંમત આપતાં યુવકે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને લાખા ઉર્ફે ભરત સાટિયા, કરણ ત્રિવેદી અને જયદિપ ટાંકની ધરપકડ કરી છે.