(Source: ECI/ABP News/ABP Majha)
Surat : જ્વેલરી ડિઝાઇનર યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, 4 વર્ષ પહેલા લીધા હતા છૂટાછેડા
પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો.
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર યુવતીએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ સાથે છૂટાછેડા પછી 4 વર્ષથી યુવતી એકલી જ રહેતી હતી. યુવતીએ આપઘાત પછી મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો હતો. ઘરમાંથી દુર્ગંધ આવતાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરવાજો તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 33 વર્ષીય જ્યોતિબેન અડાજણની રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં પતિથી અલગ રહેતા હતા. મૃતક જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હતા અને 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. પતિથી અલગ થયા પછી જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતાં હતાં. જ્યોતિબેન નિઃસંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયરની ટીમે દરવાજો તોડી પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.
સુરતનો પરિવાર અંબિકા નદીમાં ડૂબ્યો, પરિવારમાં એક પણ મહિલા ન બચી, જાણો કેટલાના થયા મોત?
સુરતઃ મહુવાના કુમકોતર સ્થિત જોરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી ગયો હતો. ડુબેલા પાંચ સભ્યોમાંથી ત્રણની લાશ મળી આવી છે, જ્યારે નવદંપતી હજુ લાપતા છે. દીકરાના એક જ મહિના પહેલા લગ્ન થયા હોવાથી પરિવાર મન્નત પૂરી કરવા માટે આવ્યો હતો. મન્નત ચઢાવી નવ દંપતી સહિત પરિવાર નદીમાં ન્હાઇ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટની હતી. જેને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હવે પરિવારમાં 2 ભાઈ, પિતા અને બાળકો રહી ગયા છે. પરિવારની તમામ મહિલાઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.55), પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.30) અને રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.27)ની લાશો મળી આવી છે.
સુરતના લીંબાયત ખાતે રહેતા આરીફશા સલીમશા ફકીર કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. તેમના લગ્ન એક મહિના પહેલા જ સમીમબી આરીફશા ફકીર સાથે થયા હતા. પરિવારે પુત્રના લગ્નની જોરાવર પીરબાવાની દરગાહની મન્નત માંગી હતી. જે મન્નત પુરી કરવા માટે રિક્ષામાં મહુવાના કુમકોતર ખાતે પરિવાર સાથે આવ્યા હતા. દરગાહ પર મન્નત ચઢાવીને નવદંપતી સહિત પરિવારના 10 સભ્યો દરગાહ નજીક અંબિકા નદીમાં નહાવા માટે ગયા હતા.
જોકે, નદીના પાણીમાં નવદંપતિ સહિત પરિવારના 5 સભ્યો ગરક થઈ ગયા હતા. આ નવદંપતિની પાણીમાં રાત્રે શોધ ખોળ કરવા છતાં ભાળ મળી નથી. આ ઘટનાની જાણ થતાં પિતા અને ભાઈ સુરતથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારના પાંચ સભ્યો ડૂબી જતાં તેમના આક્રંદથી સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
યુવાન આરીફશા સલીમશા ફકીર નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગતાં દીકરાને ડૂબતો જોતા માતા રૂક્ષાનાબી સલીમશા ફકીર બચાવવા જતા તે પણ ડુબ્યા હતા. જેથી પત્ની સમીમબી આરીફશા ફકીર બચાવવાની કોશિશ કરી હતી, તે પણ ડૂબવા લાગ્યા હતા. આ સમયે અન્ય હાજર યુવકની 2 ભાભી પરવીનબી જાવીદશા ફકીર અને રૂકસારની જાકુરશા ફકીર પણ બચાવવા જતા ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. આમ, પરિવારના 5 સભ્યો પાણીમાં ગરક થયા હતા.
બહાર બાળકો અને ભાઈ જાવીદશા સલીમશા ફકીર જે નદીમાં નહાવા પડ્યા ન હતા. તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી 4 મહિલા અને 1 યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક અને ફાયરની મદદથી રૂક્ષાનાબી સલીમશા ફકીર (ઉં.વ. 55) અને પરવીનબી જાવીદશા ફકીર (ઉં.વ.30)નો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 3ની શોધખોળ કરવા છતાં ભાળ મળી ન હતી.
મૃતકના નામ
રૂક્ષાનાબી સલીમશા ફકીર(ઉં.વ.55)
પરવીનબી જાવીદશા ફકીર(ઉં.વ.30)
રૂક્ષારબી જાકુરશા ફકીર(ઉં.વ.27)
નદીમાં ગુમ થયેલ સભ્યો
આરીફશા સલીમશા ફકીર (ઉં.વ.22)
સમીમબી આરીફશા ફકીર(ઉં.વ.18)