સુરતના 7 વર્ષીય બાળકે મુકાવી કોરોનાની રસી, જાણો રસી લીધા પછી શું આપી પ્રતિક્રિયા?
કોરોનાની રસી મુકાવ્યા પછી હ્રીધાન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે.
સુરતઃ સુરતના એક 7 વર્ષીય બાળકે ઇઝરાયલમાં કોરોનાની રસી મુકાવી છે. ઇઝરાયલમાં બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા કેમ્પેઈન શરૂ કરાયું છે. આ કેમ્પેઇન અંતર્ગત ઈઝરાયલમાં રહેતા સુરતી પરિવારના 7 વર્ષીય બાળકે રસી મુકાવી છે. કોરોનાને કારણે ઇઝરાયેલથી સુરત પરત ફરેલા પરિવારે ઇઝરાયલમાં બાળકોનું વેક્સિન શરૂ પુત્રને ફરીથી લઈ જઈ વેક્સિન મુકાવી હતી.
કોરોનાની રસી મુકાવ્યા પછી હ્રીધાન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે. મેં ઈઝરાયલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું. જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેકે બાળકે જરૂરથી લેવી જોઈએ. કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જ જરૂરી છે.
નોંધનીય છે કે, 92 લાખ જેટલી જનસંખ્યાવાળા ઈઝરાયલમાં બાળકોને રસી આપવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ઇઝરાયલમાં 5-11 વર્ષના અંદાજીત 3.3% બાળકોએ અને 12 થી 15 વર્ષના 58.6% બાળકોએને ઓછામાં ઓછો એક રસીનો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 47.7% એ બે ડોઝ મેળવ્યા છે.
હ્રીધાન પટેલના માતા શિવાની અને પિતા અભિષેકના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળમાં બાળકોની ચિંતા સતાવતી રહે છે. ઇઝરાયલમાં વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ એક મહીના માટે ત્યાં ગયા છે. હ્રીધાને ભારતમાં પણ બાળકોને રસી આવે ત્યારે જલ્દી મુકાવવા અપીલ કરી છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 45 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,203 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,90,154 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશન 5, આણંદ 3, વડોદરા 3, નવસારી 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડ 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, પોરબંદર 1 અને સુરતમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.