Surat : મામીને ભાણેજ સાથે શારીરિક સંબંધથી રહી ગયો ગર્ભ ને પછી એવો આવ્યો વળાંક કે વાંચીને હચમચી જશો
સુરતમાં સગર્ભાની હત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે. 8 મહિના ગર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હત્યા કરી હતી.
સુરત : ઉધના યાર્ડમાં થયેલ સગર્ભાની હત્યાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પ્રેમી એવા ભાણેજ દ્વારા કરવામાં આવી છે. 8 મહિના ગર્ભ સાથે યુવતીની ગળું દબાવી અને લાતો મારી હત્યા કરી હતી. મામી અને ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વલસાડ નજીક રહેતા હતા. ભાણેજે જ પોતાના પુત્રની હત્યા મામીના ગર્ભમાં કરી હોવાનો પણ ધડાકો થયો છે. આરોપી ભાણેજને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો.
ગત 25મી માર્ચે સુરત શહેરના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની ગળું દબાવી તેના મોઢા પર માર મારી તેની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ઘટનાને પગલે રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મહિધરપુરા પોલીસને સમગ્ર ઘટનાની કડીઓ જોડતા cctv ફૂટેજ હાથમાં લાગ્યા હતા, જેમાં એક પુરુષ મહિલા સાથે દેખાય છે. મહિલાની હત્યા કર્યા બાદ બાળકીને લઈ ઉધના રેલવે સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન આવે છે. સુરત રેલવે સ્ટેશને બાળકીને એકલી મૂકી પ્લેટફોર્મ ઉપર જતો રહે છે. રેલવે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે મૃતક મહિલાની ઓળખાણ માટેની તપાસ તપાસ પણ હાથ ધરી હતી.
Ahmedabad : વડ સાસુ, પત્ની, પુત્ર અને પુત્રીની હત્યાથી અરેરાટી, હત્યારો ફરાર, હવે તપાસમાં કોણ જોડાયું?
અમદાવાદ: અમદાવાદમાં એક પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. સામુહિક હત્યાની આ ઘટના અમદાવાદના વિરાટનગરમાં સામે આવી છે. વિરાટનગર નજીક આવેલ મકાન માંથી દુર્ગંધ મારતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. આ હત્યા કેસની તપાસમાં હણ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ છે. ઘરનો મોભી ફરાર થતા હત્યા તેને કરી હોવાની શક્યતા પોલીસે કરી વ્યક્ત. આરોપી ટેમ્પો ચાલક હતો. આર્થિક સંકડામણ અને ઘર કંકાસને લઈને ઝઘડા થતા હતા.
મૃતકોની યાદી
સોનલ બેન પત્ની
પ્રગતિ બેન છોકરી
ગણેશ ભાઈ છોકરો
સુભદ્રાબેન દાદી
હાલમાં વિનોદ ભાઈ જે ઘરનો મોભી છે ફરાર હોવાની માહિતી સામે આવી રહી છે. મકાનમાં પતિ પત્ની અને બાળકો સહિત 4 લોકો રહેતા હતા. પોલીસને શંકા છે કે આ હત્યાકાંડને વિનોદે જ અંજામ આપ્યો હોઈ શકે છે. આ હત્યાકાંડ 4 દિવસ પહેલા બન્યો હોવાની માહિતી સામે આવી છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘરમાં તપાસ કરતા વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહો અલગ અલગ રુમમાંથી મળી આવ્યા હતા.
આ અંગે એવી માહિતી સામે આવી છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી વિરાટનગરની દિવ્ય પ્રભા સોસાયટીમાં રહેવા આવ્યો હતો. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યો કે તેમની દીકરી નથી મળી રહી ત્યાર બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળી આવ્યા છે. વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. પોલીસે વિનોદ મરાઠી નામના ઘરના મોભીની શોધખોળ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની પોલીસને શંકા છે. હાલમાં એફએસેલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.