Surat : પત્નીની પટ્ટાથી ગળું દબાવી ખૂદ પતિએ જ કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
શહેરના પાંડેસરામાં પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાનો મામલો આપઘાતમાં ખપાવી દેવા આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસ સમક્ષ પતિએ નાટક કર્યુ હતું.
સુરતઃ શહેરના પાંડેસરામાં પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાનો મામલો આપઘાતમાં ખપાવી દેવા આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસ સમક્ષ પતિએ નાટક કર્યુ હતું. જો કે પોલીસને ડેડબોડી જોઇ શંકા લાગતી હતી. જેથી ડેડબોડીનું પીએમ કરાવતા હત્યાનો મામલો સામે આવ્યો હતો.
ડીસીપી સાગર બગમારએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ સુર્યા કમ્ભુપાની બિસોઈ(37)(રહે, ક્રાર્તિક આવાસ,જીઆવ,પાંડેસરા,મૂળની ધરપકડ કરી છે. પાંડેસરા જીઆવ ખાતે આવાસમાં રહેતી 33 વર્ષીય પીન્કી જોડે પતિ સૂર્યા કામધંધો કરતો ન હતો. જેના કારણે 19મીએ રાત્રે ઝઘડો થયો હતો. દરમિયાન દિકરાની નજર સામે પિતા માતાને મારતો હતો. પતિએ પત્નીનું ગળું દુપટ્ટો વડે દબાવી મોતને ઘાટ ઉતારી બાદમાં દુપટ્ટોનો એક છેડો બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ આપઘાતમાં મામલો ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
Crime News: ભુજના હમીરસર ખાતે તરતી લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિની લાશ આજે જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી લોકોએ તાત્કાલિક લાશ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત લાશને બહાર કાઢવા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ યુવક કોણ છે તેની માહિતી સામે આવી નથી. યુવકના મોત અને અનેક શંકાઓ સેવાઈ રહી છે.
તો બીજી તરફ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. લોહી લુહાણ હાલતમાં યુવાનનું મૃતદેહ મળી આવતા તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.
જાણો ગુજરાતમાં કોણ આપી રહ્યું છે સાધુ સંતોને ધમકી
રાજકોટ: બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે. હવે આ કડીમાં રાજ્યના અનેત સાધુ સંતોએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે. સાધુ સંતોએ સીઆર પાટિલ સામે પ્રોટેક્શન આપવા માગ કરી છે. સાધુ સંતોએ પાટીલને ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે કહ્યું કે, નૂપુર શર્માના કિસ્સા પછી અમને પ્રોટેક્શન આપવું જરૂરી છે. નોંધનિય છે કે, જસદણ અને રાજકોટ શહેરમાં ધમકી વધી છે. સાધુ સંતોએ સીઆર પાટીલને રજુઆત કરી કે, નૂપુર શર્માના નિવેદન બાદ વિધર્મીઓ દ્વારા ધમકીની ઘટના વધી છે જે અટકવી જોઇએ.