Surat : પરણીત યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ પ્રેમીએ પ્રેમિકા પાસે એવી કરી માંગ કે......
શહેરના અમરોલીમાં ખૂદ પત્નીએ જ ઘરમાં દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીનું દેવું ચૂકવવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
સુરત : શહેરના અમરોલીમાં ખૂદ પત્નીએ જ ઘરમાં દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીનું દેવું ચૂકવવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડી પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અમરોલીમાં પ્રેમીને 40 હજારનું દેવુ થતાં પ્રેમિકાએ ઘરમાંથી પતિના 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. પતિએ ગુનો નોંધાવતા પરિણીતાનો ભાંડો ફૂટ્યો હતો. પત્નીએ જ આ દાગીના એક લાખમાં વેચી નાખી પ્રેમીનું દેવુ ચૂકવ્યુ હતું.
આ અંગેની વિગતો એવી હતી કે, અમરોલી ખાતે રત્નકલાકાર તેની 22 વર્ષીય પત્ની સાથે રહે છે. તાજેતરમાં જ પતિને ઘરમાં મૂકેલા દાગીના મળતા નહોતા. આથી પતિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દાગીના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલેથી જ રત્ન કલાકારની પતની પર શંકા હતી. કારણ કે, પત્નીની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. બીજી તરફ પત્ની આખો દિવસ ઘરમાં જ રેહતી હતી અને ચોરી થવાનો કોઈ પુરાવા પણ મળ્યા નહોતા.
પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં રત્નકલાકારની પત્નીનું લફરું સામે આવ્યું હતું. પરણીતાને 20 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ આ પ્રેમીને 40 હજારનું દેવું થઈ ગયું હોવાથી આ દેવું ભરવા પત્નીએ જ દાગીના ચોર્યા હતા. તેમજ આ દાગીના 1 લાખમાં વેચીને પ્રેમીનું દેવું ભરપાઈ કર્યું હતું. આમ, ચોરીમાં ખૂદ રત્નકલાકારની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે દાગીના પણ કબ્જે કર્યા છે.
Mehsana: ખેરાલુમાં ભણવા આવતાં સગીરાની બે યુવકોએ કરી છેડતી, હાથ પકડીને અપહરણનો પ્રયાસ કર્યો ને....
મહેસાણાઃ ખેરાલુમાં અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. કિશોરીનો ભાઈ તેમજ અન્ય લોકો દોળી આવતાં બન્ને યુવાન ભાગી ગયાં હતા. ખેરાલુ પોલીસે બંન્ને યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભરબજારમાં અભ્યાસ અર્થે જતી કિશોરીની છેડતી થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખેરાલુ શહેરમાં અસમાજિકતત્વો બેફામ બન્યા છે.