શોધખોળ કરો

Surat: હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, જાણો વિગત

Surat News: 27 વર્ષીય શનિ કાલે નામનો યુવક મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો હતી, જ્યાંથી જમીને ઘરે પરત ફરતા ચાલુ બાઈકે છાતીમાં દુખાવો થયો હતો.

Surat News: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. 27 વર્ષીય શનિ કાલે નામનો યુવક મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો હતી, જ્યાંથી જમીને ઘરે પરત ફરતા ચાલુ બાઈકે છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ મિત્રોએ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.

ગત મહિને યોગ દરમિયાન થયું હતું એકનું મોત

સુરતના કિરણ ચોક વિસ્તારમાં ગત મહિને વહેલી સવારે યોગા કરતી વખતે 44 વર્ષીય પુરુષ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા 44 વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું હતું.મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.

ઓલપાડના સરથાણા ગામે ક્રિકેટ રમતાં યુવકનું મોત

સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો વચ્ચેનું યુવા સંગઠન મજબૂત બને તે હેતુથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચેની મેચમાં આક્રમક બેટિંગ માટે જાણીતો નિમેષકુમાર રમેશ આહીર પણ રમતો હતો. તેણે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જે બાદ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા આરામ કરવા ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget