શોધખોળ કરો
Advertisement
સુરતઃ કીમ ચોકડી નજીક ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત, ટ્રકમાં બેઠેલા 4 લોકોના મોત, જાણો વિગતે
મળતી માહિતી પ્રમાણે માંગરોળ તાલુકાની કીમ ચોકડી પાસે ટ્રક અને ટેકર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક કોઇ કારણોસર ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ટ્રકમાં બેઠેલા 4 લોકોનાં મોત નીપજ્યાં છે.
સુરતઃ મુંબઇ-અમદાવાદ હાઇવે પર કીમ ચોકડી નજીક ભભોરા પાટિયા પાસે આજે વહેલી સવારે ટ્રક ધડાકાભેર ટેન્કરની પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઘટના સ્થળે 4 લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં IRB,108ની ઇમરજન્સી ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે માંગરોળ તાલુકાની કીમ ચોકડી પાસે ટ્રક અને ટેકર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક કોઇ કારણોસર ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ટ્રકમાં બેઠેલા 4 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલ 2 મૃતદેહ કાઢવામાં આવ્યાં છે. ત્યારે 2 મૃતદેહો એવી રીતે ફસાયા છે કે તેમને અકસ્માતનાં કલાકો પછી પણ કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ અકસ્માત સર્જાતા પાછળ વાહનોની લાંબી કતાર થઇ ગઇ હતી. જોકે પાલોદ પોલીસનાં કાફલાની મદદથી આ ટ્રાફિકજામને ધીમે ધીમે ઓછો કરાયો હતો. સ્થાનિકોએ અકસ્માતની જાણ 108ની ટીમને કરતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. તેમણે પોલીસ કાફલાની મદદથી બે મૃતદેહો ટ્રકની અંદરથી બહાર લાવ્યાં હતાં. પરંતુ અન્ય બે ટ્રકમાં ફસાઇ જવાથી મૃતદેહોને કાઢવામાં તકલીફ થતી હતી.
હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
IIFA એવોર્ડઃ રણવીર સિંહ બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
દિલ્હી-NCRમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, નોકરીએ જતા લોકો અટવાયા; સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
શો રૂમમાંથી નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ACTIVA લઈ નીકળવું પડ્યું મોંઘુ, પોલીસે ફટકારી દીધો તોતિંગ દંડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
બિઝનેસ
Advertisement