(Source: Poll of Polls)
Surat Accident: કારની બૉનેટ પર યુવકને 2 કિમી ઢસડ્યા બાદ આરોપીનો ખુલાસો- '....મેં સાડા ત્રણ પેગ પીધા'તા'
સુરતમાં બનેલી ગઇ રાતની અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રીના શહેરમાં નબીરાઓ બેફામ બનતા લોકોમાં ભય ફેલાયો છે.
Surat Accident: અમદાવાદ બાદ સુરતમાં પણ તથ્ય કાંડ જેવી ઘટનાનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. સુરતમાં કાર અકસ્માતની ઘટના બાદ જોરદાર બબાલ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરત શહેરમાં પાલ મેન રૉડ પર એક અકસ્માતની ઘટના ગઇ રાત્રે ઘટી હતી, અહીં બે કાર વચ્ચે અકસ્માત થયો અને બાદમાં જોરદાર બબાલ અને ગાળાગાળી થઇ હતી. એક કાર ચાલક એક યુવકને બૉનેટ પર 2 કિલોમીટર દુર ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ખાસ વાત છે કે, અકસ્માત બાદ કારચાલકને પકડવા કારચાલકે બીજી કાર હંકારી હતી. જોકે, હવે આ સુરતના તથ્ય અકસ્માત જેવો કાંડ બન્યા બાદ પાલ પોલીસ સ્ટેસનમાં અકસ્માતનો ગુનો પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં બનેલી ગઇ રાતની અકસ્માતની ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં રાજ્ય સરકારના ગૃહ મંત્રીના શહેરમાં નબીરાઓ બેફામ બનતા લોકોમાં ભય ફેલાયો છે. દારૂ પીને કાર ચલાવનારા યુવકે બીજાને બે કિલીમીટર સુધી દુર ઢસડ્યો હતો. પાલ પોલીસે આ કેસમાં અકસ્માત સર્જનાર કાર GJ-05-RD- 2379 ના ચાલકને ઝડપી પાડ્યો છે. આ કાર પર એડવૉકેટનો સિમ્બૉલ લગાવેલો હતો. હાલમાં પોલીસે આ ઘટનામાં આરોપી વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે.
ઘટના બાદ ખુદ આરોપી યુવકે વાત કરીને કહ્યું કે તે હું ગભરાઈ ગયો હતો, અમે કારની રેસ કરી રહ્યાં હતા, પહેલા અકસ્માત સર્જ્યો અને બાદમાં કાર વચ્ચે રેસ લગાવી હતી. આરોપી કાર ચાલકે અકસ્માત સમયે સાડા ત્રણ પેગ દારૂ પીધો હોવાનું પણ કબુલ્યુ હતુ.
અમદાવાદમાં તથ્ય પટેલે કર્યો હતો ભયંકર અકસ્માત -
શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી છે. આગામી દિવસો કોર્ટ આ મુદ્દે નિર્ણય લેશે. તથ્ય પટેલને જેલમાંથી આજે કોર્ટમાંરજૂ કરવાનો હતો પરંતુ કેસને લગતા ડોક્યુમેંટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેથી તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
તથ્ય પટેલની આંખનો શું આવ્યો રિપોર્ટ
તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં કારચાલક તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 9 લોકોના મોતના આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.