Surat: સુરતમાં રામનવમી, મહાવીર જયંતિના દિવસે કતલખાના રહેશે બંધ, મનપાએ કર્યો આદેશ
Surat: સુરતમાં રામનવમી, મહાવીર જયંતિના દિવસે તમામ કતલખાના બંધ રહેશે
Surat: સુરતમાં રામનવમી, મહાવીર જયંતિના દિવસે તમામ કતલખાના બંધ રહેશે. સુરત મહાનગરપાલિકાએ તમામ કતલખાના રામનવમી અને મહાવીર જયંતિના દિવસે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. સુરત મનપાએ કહ્યું હતું કે આદેશનું પાલન નહીં કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિ સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે. મહાનગરપાલિકાની સૂચનાનો ભંગ કરવા બદલ જે તે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે. આગામી 17 એપ્રિલ બુધવારના રોજ ‘ રામનવમી’ અને 21 એપ્રિલ રવિવારના રોજ ‘ મહાવીર જયંતિ’ છે. આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. સુરત મહાનગરપાલિકાની સૂચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરતમાં રોગચાળો વર્ક્યો
ગરમીનો પ્રકોપ વધતા સુરતમાં રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલટીથી 2 વર્ષના બાળક સહિત બેના મોત થયા છે. બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તીરૂમાલા સોસાયટીમાં રહેતા બે વર્ષીય પુત્રનું મોત થયું છે. બાળકને અચાનક ઝાડા-ઊલટી થવા લાગ્યા જેથી સારવાર માટે ઉન પાટીયામાં આસ્થા ક્લિનીકમાં લઈ ગયા હતા અને સારવાર બાદ ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ તબિયત વધુ લથડી ગઈ અને તેનું ઘરે મોત નીપજ્યું હતું. વિષ્ણુનું મોત નીપજ્યા બાદ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. વિષ્ણુના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.
બીજા બનાવમાં ગોડાદરા ગોપાલનગરમા રહેતી 28 વર્ષીય યુવતીનું મોત થયું હતું. મહિલાને ગઈકાલે સવારથી ઝાડા ઊલટી હતા જે બાદ તબિયત લથડતા સ્મીમેરનું મોત નીપજ્યું છે. કલાવતી નામની મહિલાને ગતરોજ સવારથી ઝાડા ઊલટી થતાં હતાં. કલાવતીની તબિયત લથડતા સ્મીમેરનું મોત નીપજ્યું હતું. બાદમાં પીએમ કરાવાયું છે.