શોધખોળ કરો

Surat : 5 બાળકો સહિત 11 લોકોને કોરોના થતાં કયું બિલ્ડિંગ કરી દેવાયું સીલ? 44 ઘરના 150 લોકો ક્વોરેન્ટાઇન

11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. તમામ 11 કેસ બી બ્લોકના છે.

સુરતઃ  પીપલોદ વિસ્તારમાં આવેલ આવિષ્કાર રેસિડેન્સીમાં 5 બાળકો સહિત 11ને કોરોના થતાં સીલ કરવામાં આવી છે. 44 ફ્લેટના 150 રહીશો ને ક્વોરન્ટાઇન કરાયા છે. સુરત શહેરમાં જન્માષ્ટમી-ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે શહેરમાં અઠવામાં 4 અને રાંદેરમાં 4 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં અઠવા ઝોનના 4 કેસ પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. 

11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. જેમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. પાલિકાએ તકેદારીના ભાગરૂપે એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે.

નોંધનીય છે કે, શહેરમાં ઓગસ્ટમાં જ્યાં 75 કેસ હતા ત્યાં સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા છે. આમ એક જ મહિનામાં કોરોના વકર્યો છે. અઠવાડિયામાં 11 કેસ આવ્યા છે. જેમાંથી 3 ફલેટમાં 2-2 મળી 6 કેસ છે. જ્યારે બાકીના 5 એક જ પરિવારના છે. જેમાંથી ચાર કેસ બુધવારે આવ્યા છે. આ 4 કેસમાં ચારેય બાળકો છે. જેમાં 2ની ઉંમર 10, 1ની 11 અને 1ની 5 વર્ષ છે. 11 કેસમાંથી એક 42 વર્ષિય મહિલાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી હતી અને તેઓ એપાર્ટમેન્ટમાં કોમન બેસાડેલા ગણપતિમાં જતા હતા. આ મહિલા સૌ પ્રથમ પોઝિટીવ આવી હતી. પાંચ ધન્વંતરી રથ મુકીને ટેસ્ટીંગ કરાયું હતું. હજુ 30નો RT-PCR રિપોર્ટ બાકી છે.આવિષ્કારના 11 કેસ માંથી 18 વર્ષથી મોટા 6 અને 5 બાળકો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાંએ બંને ડોઝ લઇ લીધા છે, જ્યારે એકનો સેકન્ડ ડોઝ બાકી છે. 5 બાળકો સ્કૂલે જતા નથી. ઘરેથી ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે, જ્યારે 1 બાળક ઘોડદોડ રોડ પર ઘરે ટ્યુશને જતો હતો ત્યાં શિક્ષકનું ટેસ્ટીંગ કરાતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

Embed widget