Surat: બેંક મેનેજર આત્મહત્યા કેસ, કથિત પ્રેમિકા સામે ગુનો નોંધાયો
અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં પ્રેમિકા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસે નોંધી છે.

સુરત: અડાજણ વિસ્તારમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં બેંક મેનેજરના આપઘાત કેસમાં પ્રેમિકા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસે નોંધી છે. પરિણીત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. અડાજણના પવિત્રા રો હાઉસની ઘટના હતી. બે મહિના પહેલા આપઘાત પૂર્વે અમન ભાર્ગવે પ્રેમિકા એવી બેંકની સાથી કર્મચારી પૂજા કાપડીયા સાથે પાર્સલ મંગાવી સાથે જમ્યા હતા.
મેનેજરની સુસાઈડ નોટમાં પ્રેમસંબંધનો અને માતા-પિતા, બહેન સાથેના સંબંધનો ઉલ્લેખ હતો. અમનના પિતાએ પૂજા પર અનેક આક્ષેપ કર્યા હતા. પૂજા પરિણીત હોવા છતા મેનેજર તરીકે અમન સારો પગાર મેળવતો હોવાથી પ્રેમમાં ફસાવી ઈમોશનલ પ્રેશર કરી લગ્ન કરવા ઇચ્છતી હતી. અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવક ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પવિત્ર રોહાઉસમાં રહેતા અને ઇન્ડિયન બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અમન ભાર્ગવે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બેંક મેનેજરે આપઘાત કર્યો તે સમયે પ્રેમિકા હાજર હોવા છતા કોઈને જાણ ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આપઘાત પહેલા યુવકે એક પત્ર પણ લખ્યો હતો. પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અમનને સાથે કામ કરતી પરિણીતા સાથે મિત્રતા થઈ હતી
મૂળ રાજસ્થાનના અલવરના વતની અને હાલ અડાજણના પવિત્રા રોહાઉસમાં રહેતા અમન રાકેશભાઈ ભાર્ગવ ઈન્ડિયન બેંકની વરાછા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર હતો. અમનને સાથે કામ કરતી પરિણીતા સાથે મિત્રતા થઈ હતી. અમને 4 જાન્યુઆરીએ ઘરના પ્રથમ માળે દરવાજા પર કેબલ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે આપઘાત કેસમાં તપાસ કરી હતી.
સુરતના અડાજણ પવિત્રા રો-હાઉસમાં બે મહિના પૂર્વે ઈન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે કેબલ વાયરથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ પ્રકરણમાં બેંકના મેનેજરના પિતાએ બેંક અધિકારીની પરિણીત પ્રેમિકા વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
પૂજા ચારેક મહિનાથી બેંક ઓફ બરોડામાં નોકરી કરતી હતી. અગાઉ ઈન્ડિયન બેંકમાં અમન સાથે પણ નોકરી કરતી હતી. આપઘાત પહેલા અમને પૂજાને એક લેટર આપ્યો હતો. આ લેટર ઘર પહોંચ્યા બાદ વાંચવાનું કહ્યું હતું. બાદમાં પહેલા માળે જઈ આપઘાત કરી લીધો હતો. પૂજા પહેલા માળે ગઈ ત્યારે અમનને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ગઈ હતી.





















