શોધખોળ કરો

Gujarat : ભાજપના કયા નેતાનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો સામે આવતાં પાર્ટીએ કરી દીધા સસ્પેન્ડ?

સુમુલના ડિરેક્ટર અજિત પટેલનો મહિલા સાથેના અશ્લીલ વિડીયો વાયરલ પ્રકરણ મામલે ભાજપે પગલા ભર્યા છે. સુમુલના ડિરેક્ટર અને બારડોલી તા.પં.ના શાસક પક્ષના નેતા અજિત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.

સુરત : સુમુલના ડિરેક્ટર અજિત પટેલનો મહિલા સાથેના અશ્લીલ વિડીયો વાયરલ પ્રકરણ મામલે ભાજપે પગલા ભર્યા છે. સુમુલના ડિરેક્ટર અને બારડોલી તા.પં.ના શાસક પક્ષના નેતા અજિત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. નારાજ પાર્ટી હાઈકમાન્ડે અજિત પટેલને પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી પાણીચું પકડાવ્યું છે. ખરવાસા દૂધમંડળી જો પ્રતિનિધિત્વ રદ કરશે તો સુમુલનું ડિરેક્ટર પદ પણ અજિત પટેલ ગુમાવશે.

Gujarat : ભાજપના કયા નેતાનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો સામે આવતાં પાર્ટીએ કરી દીધા સસ્પેન્ડ?

Surat Crime : યુવકના માથામાં ચપ્પુના ઘા મારી હત્યા, બે યુવતી સહિત 4ને પોલીસે ઝડપી હાથ ધરી પૂછપરછ

Surat Crime : સુરતના પુના વિસ્તારમાં આઈમાતા ચોકડી પાસે યુવકની હત્યા કરીને લાશ મૂકી જવાના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે. યુવકના માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા પછી આરોપીએ યુવકની લાશ પુના વિસ્તારમાં પીકઅપ વાનમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછ પછી હત્યા મામલે વધુ ખુલાસા થઈ શકે છે. 

આ અંગેની વધુ વિગતો એવી છે કે, મહિપાલ આહીર નામના યુવકને માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કર્યા પછી પીકઅપ વાનમાં બે યુવતી સહિત ચાર શખ્સો  સુરતના  પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે પીકઅપ વાનમાં મૃતદેહ લાવી રસ્તા પર છોડી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુના પોલીસ  ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.

પુણા પોલીસે મહિપાલ આહીરની લાશ મૂકી ફરાર મામલામા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને  સફળતા મળી છે. સીસીટીવીમાં દેખાતા 4 જણાની અટકાયત કરી છે. હત્યા શેના માટે કરી કયા કારણો સર કરી તે જાણવા આરોપીની પૂછતાછ શરૂ કરી છે. મૃત નું નામ મહિપાલ આહીર છે. ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને રીક્ષા ચલાવતો હતો.

CRIME NEWS: વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીની લાશ મળી આવતા ચકચાર

વડોદરા: શહેરમાં યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ માંજલપુરના દક્ષ પટેલનો હોવાની માહિતી સામે આવી છે. સયાજીગંજના પાર્કિંગમાં હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. એમ.એસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

યુવાને સગીરાના ગળા પર મૂકી છરી

કોરોનાકાળના બે વર્ષ બાદ ચાલુ વર્ષે રાજ્યમાં ગરબાના મોટા પાયે આયોજન થયા છે. જોકે આ વખતે ગરબામાં માથાકૂટની ઘટનાઓ પણ આવી છે. આ દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ પર એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને સગીરાના ગળા પર ચપ્પું મૂક્યું હતું. પાગલ પ્રેમીએ સગીરાને બાથમાં લઇ ગળા ઉપર ચપ્પું મૂકી તું મારી જોડે નથી બોલતી એટલે જાનથી મારી નાંખીશ કહી બાનમાં લીધી હતી. આ સમયે સગીરાને છોડાવવા પડેલા ઉપર પણ યુવકે હુમલો કર્યો હતો. સગીરાને ચપ્પુના ઘા વાગતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વાઘોડિયાના જરોદમા યુવાન પર ખંજરથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું

વાઘોડિયાનાં જરોદમાં એકજ સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો. ગત રાત્રે વહાણવટી માતાજીના મંદિરે જ્વારા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલતો બીચકતાં યુવાન પર ખંજરથી હુમલો કરીને ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. અર્જુન ભાલીયા (ઉ.વ.25) નામના યુવાનપર અન્ય યુવાને ખંજરથી હુમલો કર્યો હતો. ખંજરના તીક્ષ્ણ ઘાથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવાનની હત્યા બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget