શોધખોળ કરો

Surat: સુરતમાં નશો કરેલા ડ્રાઇવરે સીટી બસને પલટી ખવડાવી, લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક

સુરતમાં એક ડ્રાઈવરે બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, ખરેખરમાં આ ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાતો સામે આવી છે

Surat: સુરતમાં એક ડ્રાઈવરે બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, ખરેખરમાં આ ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાતો સામે આવી છે. માહિતી એવી છે કે, સુરતમાં સુરતના સરોલી ઓલપાડ રૉડ પર એક બસ ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો છે. અહીં સુરતથી ઓલપાડ જતી બસે પલટી ખાધી છે. આ બસ સીટી બસ હતી અને જ્યારે આ બસ નીકળી તે પહેલા તેને ફૉર વ્હીલર અને ટૂ વ્હીલરને ટક્કર મારી હતી, બાદમાં તે ભાગી છૂટવાનો પ્રયાસ કરતો દેખાયો હતો, જોકે, બાદમાં લોકોએ તેનો પીછો કર્યો તો તેની બસ પલટી મારી ગઇ હતી. જ્યારે બસ પલટી મારી ગઇ ત્યારે લોકો આ સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પકડ્યા હતા, અને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવર ખુદ નશાની સ્થિતિમાં હતો અને બસ ચલાવી રહ્યો હતો, જોકે, સદનસીબે જે સમયે બસે પલટી ખાદી તે સમયે બસમાં કોઈ મુસાફર સવાર ન હતો. 

સુરતના માંડવીમાં ડમ્પર ચાલકે 200 મીટર બાઇક ઢસડી, ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત

Surat News: સુરત જિલ્લામાં ડમ્પર ચાલકોનો કહેર યથાવત છે.  અકસ્માતમાં માંડવીના ત્રણ લોકોનો ભોગ લેવાયો છે. મોડી રાત્રે માંડવાના તડકેશ્વર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ડમ્પર નીચે 200 મીટર બાઈક ઢસડાઈ હતી. જેના કારણે ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. મૃતક ત્રણેય યુવકનો માંડવીના કેવડિયાના રહેવાસી હતા. તડકેશ્વર ખાતે નોકરી પરથી પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાના પગલે ત્રણેય યુવકોના ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

સુરતના સચિનમાં પ્રેમ પ્રકારણમાં યુવાનનો આપઘાત

સુરતના સચિનમાં પ્રેમ પ્રકારણમાં યુવાન, ડીંડોલીમાં લગ્ન નહી થતા ટેન્શનમાં યુવાન અને કેન્સરની બિમારીથી કટાંળીને વૃધ્ધ તથા ઉધનામાં કોઇ કારણસર યુવાને આત્મહત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં તલંગપુર ખાતે રહેતો 22 વર્ષીય રવિન્દ્રકુમાર જયસ્વાલે રવિવારે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. ત્યારે પરિવારજનોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે રવિન્દ્રકુમાર મુળ ઉતરપ્રદેશમાં મિરઝાપુરનો વતની હતો. તે વતનથી એક માસ પહેલા સુરત આવીને મીલમાં નોકરી કરતો હતો. તેણે પ્રેમ પ્રકરણમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.

ડીંડોલીમાં નવાગામમાં આર.ડી નગર સોસાયટીમાં રહેતો 29 વર્ષીય ચંદુ સુદામ કુંભાર રવિવારે બપોરે ઘરમાં લોખંડના હુક સાથે સાડીની લેસ પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે ચંદુ મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તેના લગ્ન થતા નહી હોવાની સતત માનસિક તાણ અનુભવતો આ પગલુ ભર્યુ હતું. તે બહેનનો લાડક વાય ભાઇ હતો. તે માર્કેટમાં સાડી પર લેસ પટ્ટી લગાડવાનું કામ કરતો હતો. ડીંડોલીમાં છઠ તળાવ પાસે સાંઇ સરોવર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વલ્લભભાઇ માધુભાઇ ઠાકરે રવિવારે બપોરે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે વલ્લભને છેલ્લા 6 માસથી કેન્સરની બિમારી પીડાતા હતા. પણ છેલ્લા બે માસથી તે પઠારીવશ હોવાથી કટાંળી જઇને આ પગલુ ભર્યુ હતુ. જયારે ઉધના બી.આર.સી પાસે પ્રભુનગરમાં રહેતો 36 વર્ષીય રાકેશ રાઠોડે રવિવારે સાંજે ઘરમાં કોઇ કારણસર પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે છુટક મજુરી કામ કરતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Embed widget