શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 10 દિવસમાં કેટલા ડોક્ટરો બન્યા કોરોનાગ્રસ્ત? જાણો વિગત
સુરતમાં છેલ્લા દસ દિવસમાં 14 ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સિવિલ હોસ્પિટલના બે પ્રધ્યાપક કોરોનાની ચપેટમાં આવ્યા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે કોરોના વોરિયર ડોક્ટર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. સુરતમાં છેલ્લા દસ દિવસમાં 14 ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સિવિલ હોસ્પિટલના બે પ્રધ્યાપક કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સિવાય 11 રેસિડેન્ટ,1 ઇન્ટર્ન ડોક્ટર કોરોનાની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18 જેટલા ડોકટર કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25658 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1592 પર પહોંચ્યો છે. ગઈ કાલે 389 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17829 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગર- 11, ભરુચ-9, જામનગર- 7, આણંદ-6, અરવલ્લી 5, પાટણ-5, ભાવનગર 4, બનાસકાંઠા 3, નવસારી 3, સાબરકાંઠા 2, પંચમહાલ 2, અમરેલી 2, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 2 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement