શોધખોળ કરો

ગુજરાતના આ મોટા શહેરમાં નેતાઓ આવી ગયા કોરોનાની ચપેટમાં, જાણો કોને કોને લાગ્યો ચેપ?

મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.

સુરતઃ ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના  મોત થયા છે. આ પંદર દિવસમાં ૩૭૦૬ વ્યક્તિ કોરોના સામેની જંગ જીતી છે.

સુરત શહેરમાં ચૂંટણી બાદ કોરોના કેસમાં ધાણીફૂટ વધારો નોંધાયો છે. સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. મેયર (Surat Mayor) હેમાલીબેન બોઘાવાલા (Hemali Boghawala) શનિવારે કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. તે નેગેટીવ આવતા આરટીપીસીઆર કરાવ્યો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા માસ્ક ન પહેરનારા સામે દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરી હતી.

મેયર સિવાય કોણ કોણ આવ્યું કોરોનાની ઝપેટમાં

મેયર ઉપરાંત ભાજપના કોર્પોરેટર્સ રાજન પટેલ, હિમાંશુ રાઉલજી, ગૌરી સાપરિયા અને મનીષા મહાત્માના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નગર સેવક કે.કે ધામી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ વોર્ડ નંબર ૫ ના નગર સેવક છે. . સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

સુરતમાં ત્રણ દિવસમાં 1700થી વધુ કેસ

સુરતમાં સતત બીજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 1700થી વધારે નવા કેસ નોંધાયા છે. સુરતમાં સતત આઠમા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા.

શનિવાર, 27 માર્ચે 607

શુક્રવાર, 26 માર્ચે 609

ગુરુવાર, 25 માર્ચે, 501

બુધવાર, 24 માર્ચે 480

મંગળવાર, 23 માર્ચે 476

સોમવાર, 22 માર્ચે 429

રવિવાર, 21 માર્ચે 405

શનિવાર, 20 માર્ચે 381

સુરતમાં કોરોનાથી ૧ હજારના મૃત્યુ

સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧ હજાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨,૩૪૨-સુરતમાં ૧,૦૦૦-વડોદરામાં ૨૪૫-રાજકોટમાં ૨૦૪ના કોરોનાથી મૃત્યુ થયા છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

 રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Embed widget