Surat Corona : બપોર સુધીમાં શહેરમાં 810 કેસ નોંધાયા, સાંજ સુધીમાં આંકડો 2 હજારને પાર થવાની સંભાવના
આજે બપોરે સુધીમાં કોરોના વિસ્ફોટ થયો છે. આજે સુરતમાં કોરોના ના નવા 810 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં આંકડો 2000 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, એમાં પણ અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે. ત્યારે આજે બપોરે સુધીમાં કોરોના વિસ્ફોટ થયો છે. આજે સુરતમાં કોરોના ના નવા 810 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં આંકડો 2000 સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Surat : શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં કયા વિસ્તારને મૂકી દેવાયો રેડ ઝોનમાં? જાણો વિગત
સુરતઃ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે શહેરના એક વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. અઠવા ઝોનના 6 વિસ્તારો રેડ ઝોન જાહેર કરાયા છે. અઠવા ઝોનના અન્ય 12 વિસ્તારો હાઇરિસ્ક ઝોન જાહેર કરાયા છે. જ્યારે વરાછા અને ઉધના ઝોન ના એક એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરાયા છે. મનપાએ રેડ ઝોન અને હાઇરિસ્ક ઝોનમાં લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરી છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1539 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા. આજે 3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778, વડોદરા કોર્પોરેશનમાં 410, વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191, ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109, નવસારી 107, ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88, ભરુચ 78, ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47, જૂનાગઢ કોર્પોરેશન 33, અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19,બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 3 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 46 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 464 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12487 લોકોને પ્રથમ અને 26469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 68047 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 72015 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 52256 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 150993 લોકોને અપાયો છે. આજે કુલ 3,82,777 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,35,01,594 લોકોને રસી અપાઈ છે.