શોધખોળ કરો
સુરતઃ ભાજપની સભામાં કોણે ફેંક્યા ઇંડા? કોણે ષડયંત્ર રચ્યું હોવાની છે ચર્ચા? જાણો વિગત
સુરત ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં ગૌરવ કાકડીયા અનને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે. ઈંડા ફેકનારા બંને કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાના માણસો છે.
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં યોગીચોક ખાતે આનંદ ફાર્મમાં ભાજપના વિજય-વિશ્વાસ સંમેલનમાં ગઈ કાલે ઇંડા ફેંકાયા હતા. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ધારીના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા માટે યોગીચોકના આનંદ ફાર્મમાં ભાજપ દ્વારા સંમેલન રાખ્યું હતું. આ સમયે ઇંડા ફેંકાયા હતા.
સુરત ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં ગૌરવ કાકડીયા અનને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે. ઈંડા ફેકનારા બંને કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાના માણસો છે. તેમજ સભામાં ઈંડા ફેંકવાનું કોંગ્રેસનું ષડયંત્ર હોવાની ચર્ચા છે.
કાર્યક્રમમાંથી સી.આર.પાટીલ અને નિતિન ભજીયાવાલાએ વિદાય લીધી ત્યાર બાદ ઇંડા ફેંકાયા હતા. પોલીસે સીસી કેમેરા ચેક કર્યા હતા. ભાવેશ કાક્ડીયાની ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement