બિહાર ગેંગવોરના હત્યારાને સુરત ક્રાઈમબ્રાંચે દબોચી લીધા, બે કુખ્યાત ગેંગ વચ્ચે 8 ડિસેમ્બરે ગેંગવોર થઈ હતી
બિહાર ગેંગવોરના હત્યારાને સુરત ક્રાઈમબ્રાંચે દબોચી લીધા છે. બિહારની મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચેની માથાકૂટમાં પાંચની હત્યા કરનારા ચાર શાર્પશૂટર સુરત ક્રાઈમબ્રાંચના હાથે ઝડપાઈ ગયા છે.
સુરત: બિહાર ગેંગવોરના હત્યારાને સુરત ક્રાઈમબ્રાંચે દબોચી લીધા છે. બિહારની મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચેની માથાકૂટમાં પાંચની હત્યા કરનારા ચાર શાર્પશૂટર સુરત ક્રાઈમબ્રાંચના હાથે ઝડપાઈ ગયા છે. બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં બે કુખ્યાત ગેંગો વચ્ચે 8 ડિસેમ્બરના ગેંગવોર થઈ હતી. આ ગેંગ વોરમાં સામસામે ફાયરીંગ થયા હતા. તેમાં પાંચ જેટલા ગેંગના સાગરીતોની હત્યા થઈ ગઈ હતી. ત્યારે બિહાર પોલીસે ગેંગવરના સામે કાર્યવાહી કરી ફાયરિંગ અને હત્યા કરનારને પકડી રહી છે. ત્યારે મોહના ઠાકોર અને પિંકુ યાદવ વચ્ચેની ગેંગવોરમાં ફાયરિંગ કરી હત્યા કરનાર મોહના ઠાકોર ગેંગના ચાર મુખ્ય સાગરીતો સુરત તરફ આવ્યા હોવાની માહિતી બિહાર પોલીસને મળી હતી. જેને આધારે બિહાર એસટીએફની ટીમ સુરત શહેરમાં આવી હતી અને બિહારમાં ગેંગવોરમાં 5 ઈસમોની હત્યા કરનાર આરોપીઓ સુરત શહેરમાં ફરતા હોય તેને પકડવા જરૂરી મદદ માંગી હતી.
આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગોડાદરા દેવધા ચેકપોસ્ટ પાસેથી સમુરકુવરા ભૂમિહાર, ધીરજસિંહ ઉર્ફે મુકેશસિંગ અરવિંદસિંહ, અમન તિવારી અને અભિષેક ઉર્ફે ટાઈગર રાયને ઝડપી પાડ્યા હતા. આ ગેંગવોર ગંગા નદી કિનારે જમીનની લડાઈ માટે થઈ હતી. મોહના ઠાકુર ગેંગ વિરૂદ્ધ બિહારમાં હત્યા, ખંડણી, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે.
Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી
ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.
ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે
પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.
અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં
ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.