Surat Diamond Market: કોરોના વકરતાં હીરા ઉદ્યોગ બે દિવસ માટે સંપૂર્ણ બંધ રાખ્યા પછી હવે ક્યાં સુધી બંધ લંબાવવાનો લેવાયો નિર્ણય ?
Surat Corona Update: સુરતમાં આજે હીરાના કરાખાના, મોટી ઓફિસ અને હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે અને આ રીતે હીરા ઉદ્યોગ પણ કોરોના સામેની લડાઈ લડવા સજ્જ છે.
સુરત: ડાયમંડનગરી તરીકે ઓળખાતા સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વકર્યું છે. છેલ્લા પાંચ જ દિવસમાં 1700થી વધારે કેસ નોંધાયા છે. રવિવારે જ સુરતમાં ચારસોથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન સુરતમાં કોરોનાની ચેન તોડવા હીરા ઉદ્યોગ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત મનપા કમિશ્નર અને હીરો ઉદ્યોગકારોની મીટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આજે હીરાના કરાખાના, મોટી ઓફિસ અને હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે અને આ રીતે હીરા ઉદ્યોગ પણ કોરોના સામેની લડાઈ લડવા સજ્જ છે.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
શુક્રવાર, 19 માર્ચે 349
ગુરુવાર, 18 માર્ચે 324
બુધવાર, 17 માર્ચે 315
મંગળવાર, 16 માર્ચે 263
સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા.
સુરતમાં શનિ-રવિ બંધ રહ્યો હીરા ઉદ્યોગ
સુરતમાં કોરોના સ્થિતિ ને ધ્યાને લઇ હીરા ઉદ્યોગ 2 દિવસ બંધ રાખવામાં આવ્યો હતો.. તારીખ 21 અને 22 માર્ચે હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
Coronavirus: ભારતમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધારે કેસ નોંધાયા, 212 લોકોના મોત
Gujarat Coronavirus: રાજ્યમાં એક-બે નહીં પણ કેટલા પ્રકારના કોરોના સ્ટ્રેઈન જોવા મળ્યા? લોકોમાં ફફડાટ