શોધખોળ કરો

Vadodara: ભાજપનાં ક્યાં મહિલા નેતાનું કોરોનાના કારણે થયું નિધન ? કેટલા દિવસથી હતાં સારવાર હેઠળ ? કુલ 7નાં મોત

Vadodara Corona Update: વડોદરા શહેરમાં પણ કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ભાજપના મહિલા નેતા પણ ભોગ બન્યાં છે.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તેમાં પણ ચાર મોટા શહેરોમાં તો કોરોનાના કેસો જોરદાર વધી રહ્યા છે. આ ચાર શહેરોમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે અને તેનો ભોગદ વધુ ને વધુ લોકો બની રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ભાજપના મહિલા નેતા પણ ભોગ બન્યાં છે.  

ભાજપનાં મહિલા નેતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18નાં ભાજપાના ભૂતપુર્વ કોર્પોરેટર શકુંતલાબેન શિંદેનું કોરોનાથી નિધન થયું છે. શકુંતલાબેન શિંદે  છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. વડોદરામાં કોરોનાના કારણે રવિવારે કુલ સાત લોકોનાં મોત થયાં છે.

શકુંતલાબેન શિંદે ઉપરાંત સુભાનપુરાના 56 વર્ષના આધેડ, ગોરવાના 38 વર્ષના યુવક, મકરપુરાના 70 વર્ષના વૃધ્ધ, માંડવી વિસ્તારના 68 વર્ષના વૃધ્ધ મહિલા, ઓ.પી.રોડના 49 વર્ષના આધેડ અને તરસાલીના 72 વર્ષના વૃધ્ધ મહિલા મળીને ૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. 

રવિવારના રિપોર્ટ મુજબ હાલમાં સારવાર લઇ રહેલા 2980 દર્દીઓ પૈકી ઓક્સિજન અને આઇસીયુ દર્દીઓ 1720 એટલે કે 58% દર્દીઓ છે. આ આંકડા કોરોના કેટલો ઝડપથી ફેલાઇ રહ્યો છે અને કેટલો ગંભીર છે તે બતાવે છે. અત્યાર સુધી શહેરમાં 26,056 કેસો પોઝિટિવ નોંધાયા છે.રવિવારે 109 લોકોને ડિસ્ચાર્જ અપાયો હતો. સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 25.154 પર પહોંચી ગઇ હતી. હાલમાં પાલિકાના રિપોર્ટ મુજબ 53ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. હાલમાં 2,212 લોકો હોમ ક્વોરન્ટાઇન છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 989  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90  ટકા પર પહોંચ્યો છે. હાલ 7321  એક્ટિવ કેસ છે, જેમાંથી 71   લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન

Embed widget