Surat: સુરતમાં રત્નકલાકાર ફસાયો હનિટ્રેપમાં, યુવતી સાથે મિત્રતા કરવાના ચક્કરમાં ગુમાવ્યા છ લાખ
Surat: સુરતમાં એક રત્નકલાકારને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી
Surat: સુરતમાં એક રત્નકલાકારને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના વેડ ડભોલી રોડ પર રહેતા એક રત્નકલાકારે યુવતી સાથે મિત્રતા કરવાના ચક્કરમાં 6 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. હનીટ્રેપના આ કેસમાં યુવકને ડરાવવા માટે ટોળકીએ વીડિયો કોલ કરીને કપડા કઢાવી પોલીસ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે રત્નકલાકારની મિત્રતાના આધારે તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના ડભોલીમાં એક રત્નકલાકાર હનિટ્રેપનો શિકાર બન્યો હતો. યુવકે એક યુવતીના ચક્કરમાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. યુવતીએ વીડિયો કોલ કરીને રત્નકલાકારના કપડા કઢાવ્યા હતા અને બાદમાં નકલી પોલીસ સાથે વાત કરાવી છ લાખ રૂપિયા પડાવ્યા હતા. ટોળકીએ પહેલા યુવકને નિર્વસ્ત્ર કરાવ્યોને પછી ધમકી આપી હતી. યુનિફોર્મ ધારણ કરી પોલીસ અધિકારી બનેલા એક ગઠિયાએ ધમકીઓ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. રત્નકલાકારે આ મામલે સુરત સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં એક યુવતીની છેડતી થયાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ઘટના એવી છે કે, સુરતની યુવતીને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ બનાવવા ભારે પડ્યો છે. સુરતની યુવતીએ સોશ્યલ મીડિયા પર ઉત્તરપ્રદેશના એક યુવાનને ફ્રેન્ડ બનાવ્યો હતો, ફ્રેન્ડશીપ આગળ વધી અને બાદમાં યુવતીએ પોતાની સહેલીના ફોનથી યુપીના યુવકને ફોન કરીને બોલાવ્યો હતો. યુપીનો યુવક જેનુ નામ તરુણદીપસિંહ છે તે સુરત આવ્યો અને સુરતની સોશ્યલ મીડિયા ફ્રેન્ડ યુવતીને મળ્યો હતો. બાદમાં યુવકે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા અને છેડતી કરી હતી, એટલુ જ નહીં તક મળતાં જ યુવક યુવતીનો મોબાઇલ ફોન અને 1500 રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ યુપીના યુવકે યુવતીના ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતી યુવતી ડરી ગઇ હતી. હાલમાં યુવતીએ આ સમગ્ર ઘટના અંગે શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યુવક તરુણદીપસિંહ વિરૂદ્ધ છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.